અમરેલીમાં અધૅનગ્ન હાલતમાં અામરણ ઉપવાસ: પાલિકા તંત્રઅે પારણા કરાવ્યા

16 May 2018 01:04 PM
Amreli
  • અમરેલીમાં અધૅનગ્ન હાલતમાં અામરણ  ઉપવાસ: પાલિકા તંત્રઅે પારણા કરાવ્યા

અોજી વિસ્તારની ગ્રાન્ટ કયાં વપરાય?: તપાસની માંગ

Advertisement

અમરેલી તા. ૧૬ અમરેલી નગર પાલિકા દ્રારા અો.જી. વિસ્તારની ગ્રાન્ટના નાણા અંગત હિતાથેૅ વાપરેલ ગ્રાન્ટ સામે તપાસ કરતા નાથાલાલ સુખડીયાઅે અધૅનગ્ન હાલતમંા કલેકટર કચેરી સામે ઉપવાસ અાંદોલન છેડયુ હતુ. અમરેલી શહેરના અાઉટ ગ્રોથ વિસ્તારમાં લોકોને રોડ રુ ગટર રુ અને પાણીની સુવિધાની વ્યવસ્થા કરવા માટે વષૅ રુ ર૦૧૬રુ૧૭, રૂ. ૬૬૮.૪૭/રુ લાખના કામો પૈકીના અમરેલી નગર પાલિકા દ્રારા થયેલ અંદાજીત પાંચ કરોડ અઠવાન લાખ રૂપિયા જેવી રકમ સી.સી. રોડના ખચૅ પૈકીના કામો નગર પાલિકાની અંદર સત્તાધીશો અધિકારીઅો કન્સલ્ટનટ અને રાજકીય માણસો વગેરે લોકોઅે ભેગા મળી જયાં માનવ વસાહત નથી તેવા વિસ્તારમાં પોતાના સ્વવિકાસ માટે ખચૅ કરી સી.સી. રોડ બનાવી પોતાને મળેલી સત્તાનો દુરપયોગ કરી અત્યંત ગંભીર ભ્રષ્ટાચાર કરેલ છે. અને શહેરની અંદરના તેમજ અો.જી. વિસ્તારના લોકોને હજુ સુધી પુરતી સુવિધાઅો મળેલ નથી તેમજ અાવી રીતે અા નગર પાલિકાના સંચાલકો તેમજ અધિકારીઅોના મેળાપીપણા થી ગેરવ્યાજબી રીતે ખચૅ કરી સ્વરુભંડોળ ચૌદમું નાણાપંચ ડી. મિનરલ ફાઉનડેશનની ગ્રાન્ટમાં બતાવેલ સ્થળની સ્થિતિઅે અન્ય સ્થળોઅે કામો કરી ભ્રષ્ટાચાર અાચરેલ છે. જે અમારા દ્રારા ર૧/૦૪/ર૦૧૮, ૦૧/૦પ/ર૦૧૮, ૦૮/૦પ/રઢ૧૮ સંપુણૅ અાધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવા છતાં કશી કાયૅવાહી તંત્ર દ્રારા કરવામાં અાવેલ ન હોવાથી નાથાલાલ સુખડીયા અધૅનગ્ન અવસ્થામાં ધોમ ધગતા તાપમાં અમરણાત ઉપવાસ અાંદોલન ઉપર બેસતા પ્રમુખ નગરપાલિકારુઅમરેલી તેમજ ચીફ અોફિસર નગર પાલિકારુ અમરેલી દ્રારા ખાતરી અાપી હતી.


Advertisement