વેરાવળમાં કારમાં લઇ જવાતો દારૂ-બિયરનો જથ્થો ઝડપતી પોલીસ

16 May 2018 01:01 PM
Veraval Crime

120 બોટલ દારૂ : 47 બિયરના ટીન સહિત 2.36 લાખનો મુદામાલ કબ્જે

Advertisement

વેરાવળ તા.16
વેરાવળમાં આવેલ મોટી શાક માર્કેટ પાસેથી રાત્રીના આઇટેન મોટરકારમાં દારૂ-બીયરની હેરાફેરી કરતા એક બુટલેગરને રૂા.26 હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ જયારે આ દારૂનો જથ્થો આપનાર વેરાવળના અન્ય બુટલેગરને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ઘરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમવારે રાત્રીના અગીયારેક વાગ્યા આસપાસ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ સહીતના સ્ટાફ મોટી શાક માર્કેટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે સફેદ કલરની આઇ-ટેન મોટર કાર નં. જી.જે. 32 બી. 360પ પ્રસાર થતા તેમાં દારૂની હેરાફેરી થતી હોવાની શંકાના આઘારે પોલીસ સ્ટાફે રોકાવી તલાસી લેતા મોટર કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 120 કિ.રૂા.21,700 તથા બીયરના ટીન નંગ-47 કિ.રૂા.4,700 મળી કુલ રૂા.26,400 ના દારૂ-બીયરના જથ્થા સાથે મોટર કારનો ચાલક ભાલકા વિસ્તારમાં એકતાનગરમાં રહેતો આકાશ જેસીંગ મકવાણા ને દારૂ-બીયરના જથ્થા ઉપરાંત આઇટેન મોટર કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂા.2,36,400 ના મુદામાલ સાથે ઝડપી લઇ આકાશની પુછપરછ કરતા દારૂના જથ્થા સાથે મોટર કાર તેને તેનો મિત્ર કિશોર મનજી માલમડીએ આપેલ હોવાનું જણાવતા પોલીસે કિશોર માલમડી ને પકડવા તજવીજ હાથ ઘરેલ છે.


Advertisement