કરમસદમાં સરદાર પટેલના નિવાસે અખંડ જયોતના' સ્થાને અેલઈડી !

16 May 2018 12:59 PM
Ahmedabad
  • કરમસદમાં સરદાર પટેલના નિવાસે અખંડ જયોતના' સ્થાને અેલઈડી !

સરદાર પટેલ ટ્રસ્ટના નિણૅયનો સ્થાનિકો દ્વારા વિરોધ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા

Advertisement

વડોદરા, તા. ૧૬ કરમસદમાં અાવેલ સરદાર વલ્લભભાઈ પટેલના ઘરમાં રહેલી 'અખંડ જયોત'ના સ્થાને સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા અેલઈડી બલ્બ મુકવામાં અાવશે. દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રીઅે જયાં બાળપણ વીતાવ્યું છે તે ૧પ૦ વષૅ જુના ઘરની સંભાળ ટ્રસ્ટ દ્વારા રાખવામાં અાવી રહી છે. જયાં સરદાર પટેલના ચિત્ર સામે અખંડ જયોતિને બદલે અેલઈડી મુકવામાં અાવશે. ગઈકાલે સ્થાનિકોઅે સરદારના ઘરમાં અેકત્ર થઈને દેશના લોખંડી પુરૂષના સન્માન માટે અા નિણૅયને શરમજનક ગણાવતા વિરોધ કયોૅ હતો તેમજ ટ્રસ્ટીઅોઅે અા નિણૅય લેતા પહેલા સ્થાનિકોને વિશ્ર્વાસમાં લેવા જોઈઅે તેમ જણાવ્યું હતું. ઘણા પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ તથા જાહેર જીવનની હસ્તીઅો અહીં મુલાકાત લઈ અને અખંડ જયોતના દશૅન કરી ચુકી છે. તેમજ સરદારના નામે મતો મેળવનારા માટે અા વધુ શરમજનક ગણી શકાય કે તેઅો માત્ર તેમની જયોત માટે ૧૦૦ ગ્રામ ઘી કે તેલની વ્યવસ્થા ન કરી શકે અેવું સ્થાનિકોઅે જણાવ્યું હતું. સ્થાનિકોના અા વિરોધમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાઅે રાજય સરકાર પાસે ટ્રસ્ટ દ્વારા અખંડ જયોતની પરંપરા જાળવવામાં અાવે તેવી માંગણી કરવામાં અાવી હતી અા બાબત ઘણા મુલાકાતીઅોની શ્રઘ્ધા સાથે જોડાયેલી છે. અખંડ જયોત અે સરદાર હજુ પણ પ્રસ્તુત હોવાની અનુભૂતિ કરાવે છે અેવું ચાવડાઅે જણાવ્યું હતું.


Advertisement