પડોસી યુવાને ૬ વષૅના બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય અાચયુઁ

16 May 2018 12:53 PM
Bhavnagar Crime

તળાજાના રાજપરા ગામના ચકચારી બનાવમાં બાળકને ગંભીર ઈજા; ચચાૅ

Advertisement

ભાવનગર તા. ૧૬ તળાજા નજીકના પાલીતાણા રૂરલ પોલીસ મથક નીચે અાવતા રાજપરા (ઠાઠચ) ગામના કૂમળી વયના બાળક સાથે નજીકમાં જ રહેતા ઢગાઅે અવાવરુ જગ્યામાં લઈ જઈ સુષ્ટી વિરુઘ્ધનું કૃત્ય અાચયુૅ હતુ. ભોગ બનનાર બાળકના વસ્ત્રો પર લોહી જાેવા મળતા પૂછપરછ કરતા હકીકત સામે અાવતા ૧૦૮ દ્રારા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવેલ છે. કળીયુગની અેંધાણી અાપતા દુષ્કમૅ, કૂકમૅ, સૃષ્ટી વિરુઘ્ધના કૃત્યના બનાવો તળાજા વિસ્તારમાં બની રહ્યા છે. અાવાજ વધુ અેક બનાવ અનુસંધાને તળાજા રેફરલ હોસ્પિટલ પરથી ભોગ બનનાર બાળકના ફઈઅે લગાવેલ અારોપની વિગતો અનુસાર રાજપરા (ડાડચ)ને ગામે દિલ્હીથી અાવેલ ૬ વષૅના બાળકને નજીકમાં જ રહેતો અઢારેક વષૅનો પપ્પુ નામનો શખ્સ રમાડવાના બહાને નજીકના નિજૅન વિસ્તારમાં બપોરના ચારેક વાગ્યાના સમયે લઈ ગયેલ હતો. અેકાદ કલાક બાદ બાળક ઘરે અાવતા બાળકના વસ્ત્રોપર લોહીના ડાઘા જાેવા મળતા પૂછપરછ અને શારીરીક તપાસ નજીકના ખાનગી દવાખાને કરાવતા બાળક સાથે સૃષ્ટી વિરુઘ્ધનું કૃત્ય અાચયાૅનંંુ બાળકના મમી અને ફઈને જાણમાં અાવેલ. જેને લઈ તળાજા ૧૦૮ને જાણ કરતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવેલ. જયાં બાળકના ફઈઅે પપ્પુ નામના ઢગાઅે અાચરેલ દુષ્કમૅની વાત સાથે ઉમેયુૅ હતુ કે દુષ્કમૅ અાચયાૅ બાદ બાળકને ઢોર માર મારવામાં અાવેલ હતો. છરી બતાવી કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી અાપી હતી. જુલ્મ અાચરવામાં અાવ્યો છે: તબીબ બાહ્ય શારીરીક ઈજાના નિશાનો બાળકને જાેવા મળી રહ્યા છે. મોઢા, હોઠના ભાગેઅને પિઠના ભાગે ઈજા જાેવા મળે છે નખ વાગ્યાના નિશાન જાેવા મળે છે ગુદાના ભાગે પણ ઈજા જાેવા મળે છે તેમ તબીબે જણાવ્યુ હતું. જાેકે વધુ મેડીકલ તપાસ પોલીસ ફરીયાદ બાદ થશે.


Advertisement