કર્ણાટકની ઘટના પર દિલ્હીથી ભાજપ મોવડીમંડળની નજર

16 May 2018 11:57 AM
India Politics
  • કર્ણાટકની ઘટના પર દિલ્હીથી ભાજપ મોવડીમંડળની નજર

કર્ણાટકમાં હાલ ભાજપે સરકાર રચવા બિડુ ઝડપ્યુ છે અને દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ તથા પક્ષના સીનીયર નેતાઓ બેંગ્લોરની ઘટના પર નજર રાખી રહ્યા છે

Advertisement

બેંગ્લોર તા.16
કર્ણાટકમાં સરકાર રચવા ભાજપ ગમે તે ઘડીએ દાવો કરી શકે છે. પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં શ્રી બી.એસ.યેદુરપ્પાને નેતા પદે ચૂંટી કાઢવા પ્રક્રિયા શરુ થઈ છે અને બાદમાં શ્રી યેદુરપ્પા રાજયપાલ શ્રી વજુભાઈ વાળાને મળશે અને સરકાર રચવા દાવો કરશે તથા તે સમયે પક્ષના ધારાસભ્યોની પરેડ કરાવશે. જો કે બે અપક્ષ ધારાસભ્યો કોની સાથે છે તે હજુ નિશ્ર્ચિત નથી. માનવામાં આવે છે કે યેદુરપ્પા સાત દિવસમાં વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની તક આપવા માંગણી કરશે.


Advertisement