વજુભાઈ વાળા- 1996માં પ્રધાનમંત્રી દેવેગોડા સાથે ટકરાઈ ચૂકયા છે

16 May 2018 11:56 AM
India Politics
  • વજુભાઈ વાળા- 1996માં પ્રધાનમંત્રી દેવેગોડા સાથે ટકરાઈ ચૂકયા છે

સૌને સાંભળશે અને ખુદને યોગ્ય લાગે તે કરાશે

Advertisement

નવી દિલ્હી: કર્ણાટકના રાજયપાલ તરીકે શ્રી વજુભાઈ વાળાની ભૂમિકા મહત્વની બની રહી છે તો દેવેગોડા ફેમીલીના રાજકારણમાં પણ અગાઉ વજુભાઈ- દેવેગોડા ટકરાઈ ગયા છે. 1996માં જયારે વજુભાઈ વાળા ગુજરાત ભાજપના પ્રમુખ હતા અને એચ.ડી.દેવેગોડા તે સમયે દેશના વડાપ્રધાન હતા તે સમયે રાજયમાં સુરેશ મહેતાના નેતૃત્વ હેઠળની સરકારે હતી અને વિધાનસભામાં વિશ્ર્વાસ મત સમયે અભૂતપૂર્વ ધમાલ થઈ હતી અને હિંસા પણ થઈ હતી તે સમયે રાજયપાલ કે.પી.સિંઘના રીપોર્ટ પરથી મુખ્યમંત્રી શ્રી દેવેગોડાની સરકારે ગુજરાતની વિધાનસભાને સસ્પેન્ડેડ કરી હતી અને તે સમયે ભાજપે તે નિર્ણય સામે વિરોધ કર્યો હતો. શ્રી વાળા માટે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં તેઓ વિવાદોથી દૂર રહ્યા છે અને સૌની ચાહના મેળવવામાં સફળ રહ્યા હતા. ગુજરાત ભાજપના એક નેતાએ કહ્યું કે વજુભાઈ વાળા સાંભળે છે. સૌનુ અંત કરશે. તેઓ જે સાચુ માનશે તેનું તેમનો નિર્ણય પણ કોઈ વિવાદ સર્જી શકે તેવો નહી તેમ મનાય છે.


Advertisement