પેન્શન ધારકોને સરકારે આપ્યા ખુશખબર !

15 May 2018 10:52 PM
Rajkot India
  • પેન્શન ધારકોને સરકારે આપ્યા ખુશખબર !

રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે જાહેરાત કરી હતી કે, સરકારી કર્મચારીઓને પેન્શન લેવા માટે હવે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી

Advertisement

રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે જાહેરાત કરી હતી કે, સરકારી કર્મચારીઓને પેન્શન લેવા માટે હવે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી. સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોલન્ટરી એજન્સીઝની 30મી બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી કે, કર્મચારીઓને પેન્શન માટે આધાર નંબર આપવો જરૃરી નથી. જિતેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, બેન્કમાં ગયા વગર લાઇફ ર્સિટફિકેટના વિકલ્પ તરીકે આધારનો ઉપયોગ કરવાની વ્યવસ્થા આપવામાં આવી હતી. તે માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે તેના માટે ફરજ પાડી શકાય નહીં.

પેન્શન મળવામાં મુશ્કેલીઓ થતી હોવાની ફરિયાદો હતી
ઉલ્લેખનીય છે કે, પેન્શન ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન થયું હોવાથી નિવૃત્ત કર્મચારીઓને પેન્શન લેવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો આવી હતી. મિટિંગમાં જારી થયેલા બાબતો પ્રમાણે કેન્દ્રીયમંત્રીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓને પેન્શન લેવા માટે આધાર ફરજિયાત કરવામાં આવ્યો નથી. હાલમાં દેશમાં 48.41 લાખ કેન્દ્રીય કર્મચારીઓ છે જ્યારે 61.17 લાખ પેન્શનર્સ છે.

કર્મચારીઓના હિત માટે પગલું લેવાયું
સિંહે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સના હિતમાં જ કેટલાંક નિર્ણયો લેવાયા છે. જેમ કે મિનિમમ પેન્શન વધારીને 9,000 કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુઈટી સિલિંગ વધારીને 20લાખ કરવામાં આવી છે. ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ વધારીને મહિને રૂ. 1000 કરવામાં આવ્યું છે. કોન્સ્ટન્ટ અટેન્ડન્સ એલાઉન્સમાં 4500 નો વધારો કરીને 6750 કરવામાં આવ્યું છે જે 1 જુલાઈ 2017થી અમલી થઈ ગયું છે.Advertisement