ઇઝરાયેલી હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત

15 May 2018 10:40 PM
Rajkot World
  • ઇઝરાયેલી હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત

Advertisement

ઇઝરાયેલી દળોએ સોમવારે ગાઝા સરહદના વિસ્તાર ઉપર કરેલા હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત નીપજ્યાં હતા. જેરુસલામ ખાતે અમેરિકા તેની એલચી કચેરી શરૂ કરવાની તૈયારી આરંભી છે, ત્યારે તેની સામે તેઓ વિરોધ પ્રદર્શન કરતા હતા.

૨૦૧૪ના ગાઝા યુદ્ધ બાદ અને ૩૦મી માર્ચે ઇઝરાયેલ દ્વારા સરહદ પર સંખ્યાબંધ વિરોધ પ્રદર્શનરૂપે ગ્રેટ માર્ચ ઓફ રિટર્ન ઉપર પણ કરેલા હુમલા બાદ એક જ દિવસે સૌથી મોટો મરણાંક સોમવારના આ હુમલામાં નોંધાયો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૯૦૦ પેલેસ્ટાઈનવાસીઓને ઈજા થઈ હતી અને તેમાંથી લગભગ ૪૫૦ને ગોળી વાગી છે. સોમવારે સરહદે હજારો લોકો એકત્ર થયા હતા.

તેઓ ઇઝરાયેલની સરહદી વાડ તરફ જતાં હતા. ઇઝરાયેલે એક રેખાને ઓળંગવાની પેલેસ્ટાઈનવાસીઓને મંજૂરી આપી નથી. પ્રદર્શનકારીઓએ ટાયરો બાળવા માંડતા હવામાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ગાઝાનાં વિજ્ઞાાન શિક્ષક અલીએ કહ્યું હતું કે, આજે મોટો દિવસ છે, જ્યારે અમે વાડને ઓળંગીશું અને ઇઝરાયેલ અને વિશ્વને કહીશું કે અમે કાયમ કબજાને સ્વીકારીશું નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો શહીદ થયા છે, પરંતુ વિશ્વ અમારો સંદેશો સાંભળશે. કબ્જાનો અંત આવવો જ જોઈએ


Advertisement