32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !

15 May 2018 10:24 PM
Rajkot World
  • 32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !
  • 32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !
  • 32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !
  • 32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !
  • 32,000 ફૂટની ઊંચાઈએ કૉકપિટની તૂટી બારી !

કો-પાઈલોટ લટકતો રહ્યો, વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ !

Advertisement

ચીનમાં એક વિમાન દુર્ઘટનાનો શિકાર બનતાં બનતાં રહી ગયું. આ વિમાનમાં 128 લોકો સવાર હતા. લગભગ 32,000 ફૂટની ઊંચાઈ પર કૉકપિટની બારી તૂટી ગઈ હતી. આ દરમિયાન કૉ-પાઇલટ બારીની બહાર લટકી ગયો હતો.

શિચુઆન એરલાઇન્સના વિમાન – 3યુ8633એ સોમવારે ચોંગક્યૂંગથી લ્હાસા માટે ટેકઓફ કર્યું હતું. ટેકઓફ થયાના લગભગ દોઢ કલાક બાદ અચાનક કૉકપિટની બારી તૂટીને પ્લેનથી અલગ થઈ ગઈ હતી. બહારથી આવી રહેલા પવન એટલો તેજ હતો કે, વિમાનનો કૉ-પાઇલટ બહાર આવીને હવામાં લટકી ગયો.

એટલું જ નહિ, વિમાનમાં રાખવામાં આવેલો ખાવાની સામગ્રી અને કેટલાક મુસાફરોની સામગ્રી ભારે પવનને કારણે વિખેરાઈ ગઈ હતી. કૉકપિટની બારી તૂટ્યા બાદ મુસાફરો ભયભીત બની ગયા હતા, પરંતુ વિમાનના પાઇલટે ધૈર્ય ગુમાવ્યું નહોતું.

પાઇલટ લિયુ શુઆનજિયાને તુરંત જાહેરાત કરી કે, તેઓ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી લેશે. લગભગ 20 મિનિટની અંદર જ પાઇલટે વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવી દીધું. વિમાનના પાઇલટના જણાવ્યા મુજબ, તેમણે વિમાનમાં કશુંક તૂટવાનો અવાજ સાંભળ્યો હતો, જ્યારે જોયું તો તેમનો કૉ-પાઇલટ વિમાનની બહાર હવામાં લટકી રહ્યો હતો, જોકે તેનો સીટ બેલ્ટ ખૂલ્યો નહોતો.

પાઇલટના જણાવ્યા મુજબ, વિમાનનાં ઘણાં યંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યાં નહોતાં અને વિમાન હવામાં ડગમગી રહ્યું હતું. પાઇલટે કહ્યું કે, રેડિયો પણ બરાબર કામ કરી રહ્યો નહોતો. આ પાઇલટે 100થી વધુ વખત આ રૂટ પર ફ્લાઇંગ કર્યું છે, આથી તેમનો અનુભવ કામે આવ્યો અને તે સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શક્યા. વિમાનની બારી તૂટ્યા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વિમાનને ઇમર્જન્સીની સ્થિતિમાં ચેંગદુમાં જ લેન્ડ કરાવવું પડ્યું. દુર્ઘટના બાદ મુસાફરોમાં દહેશતનો માહોલ હતો, જોકે સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Advertisement