સરકાર બનાવવા માટે વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને આપ્યું આમંત્રણ

15 May 2018 08:29 PM
Rajkot India
  • સરકાર બનાવવા માટે વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને  આપ્યું આમંત્રણ

Advertisement

કર્ણાટક ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા પછી સરકાર બનાવવા માટે ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા પર રાજ્યપાલ વજુભાઈ વાળાએ પરદો પાડી દીધો છે. રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. સૂત્રો અનુસાર બી. એસ. યેદિયુરપ્પા 17 મે, ગુરુવારના રોજ શપથ ગ્રહણ કરી શકે છે. જોકે JDSના કુમારસ્વામીએ પણ કોંગ્રેસના સમર્થન પર સરકાર બનાવવાનો દાવો માંડ્યો છે પરંતુ રાજ્યપાલે બી. એસ. યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

આ ત્રણ રાજ્યોમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યું ન હતું.
જે આ ત્રણેય રાજ્યોમાં ભાજપે ઇલેક્શન પછી સમર્થન હાંસલ કરીને સરકાર બનાવી હતી.
* ગોવા 2017 (કોંગ્રેસ, 40માંથી 17 સીટ)
* મણીપુર 2017 (કોંગ્રેસ 60માંથી 28)
* મેઘાલય 2018 (કોંગ્રેસ 60માંથી 21)


Advertisement