કર્ણાટકની જનતાએ લુટ-પક્ષ સરકારના બદલે લોટસ પસંદ કર્યુ: જીતુ વાઘાણી

15 May 2018 06:05 PM
Gujarat
  • કર્ણાટકની જનતાએ લુટ-પક્ષ સરકારના બદલે લોટસ પસંદ કર્યુ: જીતુ વાઘાણી

પ્રદેશ ભાજપ કાર્યાલયે વિજયની ઉજવણી

Advertisement

ગાંધીનગર તા.15
કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીઓમાં આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપે કોંગ્રેસને પછડાટ આપી સતા કબ્જે કરતા રાજય ભાજપના નેતાઓમાં હરખની હેલી આવી હતી.
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં લડાઈ લોટસ અને લુટ વચ્ચે હતી. એમાં કર્ણાટકના લોકોએ લુટ-પક્ષ સરકાર સામે લોટસ પસંદ કર્યું છે.


Advertisement