બોટાદમાં બંદૂકની અણીએ સનસનીખેજ લાખોની લૂંટ

15 May 2018 05:32 PM
Botad
  • બોટાદમાં બંદૂકની અણીએ સનસનીખેજ લાખોની લૂંટ
  • બોટાદમાં બંદૂકની અણીએ સનસનીખેજ લાખોની લૂંટ

પાળીયાદ રોડ પર સોની વેપારીના મકાનમાં ત્રાટકેલા લૂંટારૂઓએ પરિવારના સદસ્યોને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડનો દલ્લો ઉઠાવી જતા સનસનાટી:પોલીસ તપાસનો ધમધમાટ

Advertisement

(વિપુલ હિરાણી/
રીમલ બગડીયા દ્વારા)
બોટાદ/ભાવનગર તા.15
બોટાદના પાળીયાદ રોડ ઉપર આજે સવારના સીદપુરા જવેલર્સ વાળા સોની વેપારીના મકાનમાં ત્રાટકી પાંચ જેટલા લુંટારૂઓ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી લાખોનો દલ્લો ઉઠાવી જતા ભારે સનસનાટી મચી જવા પામી છે.
આ ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોસ્વામી તેમજ પોલીસ વડા સીધ્ધરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તેમજ આ લુંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા ફીંગરપ્રીન્ટ નિષ્ણાંતો અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે. આ ઘટનામાં લુંટારૂઓને દબોચી લેવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી.
આ ઘટના અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે બોટાદના પાળીયાદ રોડ ઉપર સ્વસ્તીક સોસાયટી પાસે ઝરણા એપાર્ટમેન્ટમાં રહેતા અને સીધ્ધપુરા જવેલર્સ નામનો સોના ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવતા તુષારભાઈ સીધ્ધપુરા નામના સોના ચાંદીના વેપારીના મકાનમાં આજે સવારના આઠથી નવ કલાક દરમ્યાન પાંચથી છ જેટલા હિન્દીભાષી લુંટારૂઓ ત્રાટકી બંદૂકના નાળચે આ સોની પરીવારના છ જેટલા સદસ્યોને બંધક બનાવી દીધા હતા.
આ ઘટનામાં હિન્દીભાષી લુંટારૂઓએ મકાનની તીજોરીમાં રહેલા લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડની લુંટ ચલાવી હતી. ત્યારબાદ આ લુંટારૂઓ ફરાર બની જવા પામેલ હતા. આ સોની વેપારી કંઈ સમજે તે પહેલા જ આ ઘટનામાં હિન્દીભાષી લુંટારૂએ મકાનમાં તમામ સોની પરીવારના પાંચથી છ સદસ્યોને રસ્સીથી બાંધી બંધન બનાવી દીધા હતા.
ત્યાર બાદ બંદૂકના નાળચે લાખોની લુંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા જ આ સોની પરીવારના આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ ઘટનામાં લુંટારૂઓને ઝડપી લેવા માટે શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી. પરંતુ લુંટારૂઓને ઝબ્બે કરવામાં હજુ કોઈ સફળતા પોલીસને મળી શકી નથી. આ બનાવ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.


Advertisement