જસદણના ભડલી ગામે રસ્તામાં ગબડેલા વૃદ્ધનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત

15 May 2018 03:35 PM
Jasdan
Advertisement

રાજકોટ તા.15
આજથી 24 દિવસ પહેલા જસદણ તાલુકાના ભડલી ગામે અચાનક રસ્તામાં ગબડેલા વૃદ્ધનું જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ અંતે અમદાવાદની હોસ્પીટલમાં સારવાર દરમિયાન તા.25.4.18 ના રોજ મૃત્યુ થયાના કાગળો અમદાવાદ ખાતેથી આવતા જસદણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના ભડલી ગામે રહેતા ગોરાભાઇ આલાભાઇ જાદવ (ઉ.વ.70) ગત તા.21-4-2018 ના રોજ પોતાની વાડીયેથી ઘરે આવતા હતા ત્યારે અચાનક તેઓ રસ્તામાં ગબડી પડતા પ્રથમ સારવાર માટે તેમને ભાવનગર હોસ્પીટલે લઇ જવાયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગોરાભાઇનું તા.25.4 ના રોજ અવસાન થયાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલસુત્રોએ જસદણ પોલીસમાં જાહેર કરતા અને તે અંગેના કાગળો આવતા જસદણ પોલીસના એ.એસ.આઈ.જે.એસ.ઝાપડીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાપર(વેરાવળ)નો અક્રમ છરી સાથે પકડાયો
શાપર(વેરાવળ)ના અક્રમ યુનુશમિયા પીરજાદા નામના 19 વર્ષના યુવાનને ગઈકાલે એ.એસ.આઈ. વી.બી.ચાવડાએ છરી અને બાઈક સાથે ઝડપી લઇ તેમની સામે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારધારા બંધીના જાહેરનામાના ભંગ સબબનો ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જીજે 03 જેએલ 4767 નંબરની મારુતિ કારના ચાલકને માણસોની જીંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે ચલાવવા બદલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.


Advertisement