ખુલ્લામાં શૌચક્રિયાની માનસિકતા બદલવા વેરાવળમાં તાલિમ અપાઇ : તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

15 May 2018 03:34 PM
Veraval
  • ખુલ્લામાં શૌચક્રિયાની માનસિકતા બદલવા વેરાવળમાં તાલિમ અપાઇ : તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

ખુલ્લામાં શૌચથી જંતુઓ પેદા થતા હોવાથી રોગચાળો વકરવાની પણ ભીતિ

Advertisement

વેરાવળ તા.15
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાગૃતી અને જાળવણી માટે જિલ્લાકક્ષાએ નિગરાની સમિતીની ક્ષમતા નિર્માણ માટે એક દિવસીય તાલીમ યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરી વેરાવળ ખાતે યોજાયેલ તાલીમમા સ્વચ્છતા અંગે મહાનુભાવો દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી એ ગામને સ્વચ્છ અને સુઘડ, ઉકરડા મુક્ત ગામ બનાવવા, ગામની અંદર સફાઇ અભિયાનની પ્રવૃતિઓ હાથ ધરી સ્વચ્છતા જાળવવી, લોકોમાં શૌચાલયની ઉપયોગીતા અંગેની માનસિકતામાં પરિવર્તન આવે અને પાણી જન્ય રોગો બાબતે લોક જાગુતી કેળવવા માર્ગદર્શન આપેલ હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.કે.મોદીએ જણાવેલ કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના દરેક અધિકારીઓની જિલ્લાને સ્વચ્છ બનાવવા અંગેની ભુમિકા જેવી કે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના બાળકોમા સ્વચ્છતાની તકેદારી રાખવા જણાવેલ હતું. આ તાલીમમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત દરજ્જો જાળવવામાં નિગરાની સમિતિની ભૂમિકામા તેનું મહત્વ, લાક્ષણિકતાઓ, આવશ્યકતા, તેની રચના અને માળખું તેમજ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સી.એસ.પી.સી. માંથી આવેલ તજજ્ઞો દ્રારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોક જાગૃતીના કાર્યક્રમો, પધ્ધતિઓ, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, બાયોગેસ પ્લાન્ટ તેમજ તાંત્રીક અને વહીવટ કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી. ડો.બામરોટીયાએ જંતુ જન્ય રોગો અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરેલ હતું. જિલ્લાના તમામ વિભાગોમાંથી આવેલ વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને સી.પી.એસ.સી. માંથી આવેલ તજજ્ઞો દ્રારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ગા્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્ય તેમજ જિલ્લા સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement