ફુડ-સેફટીના નવા નિયમોથી ખાંડ-કંપનીઓ નારાજ

15 May 2018 12:53 PM
Business India
  • ફુડ-સેફટીના નવા નિયમોથી ખાંડ-કંપનીઓ નારાજ

હવેથી જેમાં વધુ પડતી ખાંડ, મીઠું કે ફેટ હશે એમાં લાલ રંગનું નિશાન રાખવું પડશે

Advertisement

દેશનો સુગર ઉદ્યોગ પહેલેથી જખાંડના નીચા ભાવને લઈને પરેશાન છે ત્યારે સરકારે એના વપરાશને લઈને વધુ એક નિયમ જાહેર કર્યો છે. ફુડ સેફટી ઓથોરીટી દ્વારા એક નવો ડ્રાફટ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ હવેથી ખાવા-પીવાની વસ્તુઓ બનાવતી કંપનીઓએ જે પણ ચીજમાં વધુ પ્રમાણમાં ખાંડ, મીઠું કે ફેટ હશે એવા પેકેટ પર લાલ કલરનું નિશાન મુકવું પડશે. સરકારના નવા નિયમ સામે દેશની ખાંડ-કંપનીઓએ વિરોધ નોંધાવ્યો છે.
સુગર મિલોની એવી દલીલ છે કે સરકારના આ પગલાને કારણે ખાંડના વપરાશ પર અસર પહોંચશે અને લોકોમાં ખાંડના વપરાશને લઈને ખોટો સંદેશ જશે. ઈન્ડીયન સુગર મિલ એસોસીએશનનું કહેવું છે કે કલર-કોડીંગને પગલે દેશમાં ખાંડનો વપરાશ ઘટી જશે. ખાંડ વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય એ માટેનો કોઈ વૈજ્ઞાનિક આધાર આમાં સમાયેલો નથી. આવા ફતવાને કારણે લોકો વધુ ખાંડ ખાતાં ડરશે અને એની સમગ્ર ખાંડના વપરાશ પર અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્ર્વમાં શુગર ટેકસ અનેક દેશોમાં લાગ્યો છે અને ભારતમાં ડાયાબીટીઝનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી સરકાર દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ખાંડનો વપરાશ ઓછો થાય એ સંદર્ભમાં આ નવો નિયમ દાખલ કરવામાં આવ્યો છે.


Advertisement