જસદણમાં ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ કરનાર યુવાનો સામે ફરીયાદ

15 May 2018 12:35 PM
Jasdan

બે સમાજ વચ્ચે અેકતા, સંપ તોડવાનો પ્રયાસ

Advertisement

રાજકોટ, તા. ૧પ જસદણના ચાર યુવાનોઅે કોળી અને ભરવાડ સમાજ વચ્ચે ઉશ્કેરણીજનક વીડીયો વાયરલ કરવા બદલ અાઈટી અેકટ હેઠળ ગુન્હો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જસદણ પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.અેસ.ટમાળીયાઅે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ જસદણના યશપાલ અજાડીયા, કાળુ વિનોદભાઈ શાપરા, ભાવેશ મગનભાઈ રોજાસરા અને અરજણ દેવકુભાઈ શાપરાઅે કોળી અને ભરવાડ સમાજ વચ્ચે ઉશ્કેરણી થાય તેવો વીડીયો બનાવીને ઉશ્કેરણીજનક વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કયોૅ હતો. અા ચારેય યુવાનો સામે જસદણ પોલીસમાં ઈન્ફોમેૅશન ટેકનોલોજી અેકટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ જસદણના પીઅાઈ અેચ.જી.ભલ્લાચાયૅ ચલાવી રહયા છે.


Advertisement