સૌરાષ્ટ્રના શનિમંદિરોમાં ભકતોની ભીડ: શ્રઘ્ધાળુઅોની ભાવવંદના

15 May 2018 12:24 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રના શનિમંદિરોમાં ભકતોની ભીડ: શ્રઘ્ધાળુઅોની ભાવવંદના
  • સૌરાષ્ટ્રના શનિમંદિરોમાં ભકતોની ભીડ: શ્રઘ્ધાળુઅોની ભાવવંદના
  • સૌરાષ્ટ્રના શનિમંદિરોમાં ભકતોની ભીડ: શ્રઘ્ધાળુઅોની ભાવવંદના
  • સૌરાષ્ટ્રના શનિમંદિરોમાં ભકતોની ભીડ: શ્રઘ્ધાળુઅોની ભાવવંદના

Advertisement

અાજે શનિ મહારાજનો જન્મોત્સવ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અાવેલા શનિ મંદિરોમાં ભકિતભાવથી ઉજવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રઅે શનિની જન્મભૂમિ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે અાવેલ હાથલા ગામઅે શનિ મહારાજની જન્મભૂમિ છે. શનિ જયંતીના શ્રી હનુમાનજી મહારાજની પૂજા પણ ફળદાયી છે. પોરબદરનાં હાથલા ગામે અાવેલ શનિમંદિરે અાજે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે અને શ્રઘ્ધા ભકિત સાથે શનિ મંદિરમાં પૂજન અચૅન કરી રહ્યા છે. રાજકોટમાં જયુબેલી બાગમાં અાવેલ નવગ્રહ મંદિરે અાજે વહેલી સવારથી ભકતોની કતાર લાગી છે. શ્રઘ્ધાપૂવૅક શનિદેવની ભકિતમાં લીન બનીને સવૅ મંગલની કામના કરી રહ્યાં છે. ઉપરોકત તસ્વીરમાં જયુબેલી બાગના નવગ્રહ મંદિરે શનિ મહારાજની અનન્ય ભકિતથી પૂજન અચૅન કરી રહેલા ભાવિકો, બીજી તસ્વીરમાં વંદન કરતાં ભકતો, ત્રીજી તસ્વીરમાં મંદિરમાં શનિ મહારાજની ભકિત કરવા જતાં ભાવિકો છેલ્લી તસ્વીરમાં ભકતોની કતાર જાેવા મળે છે ઈન્સેટમાં મંદિરના પુજારી દષ્ટિગોચર થાય છે.


Advertisement