માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની અને વિવાદોને ચોલી દામનનો સંબંધ રહ્યો’તો

15 May 2018 12:04 PM
India Politics
  • માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની અને વિવાદોને ચોલી દામનનો સંબંધ રહ્યો’તો

ફિલ્મ એવોર્ડ સમારંભ બાબતે રાષ્ટ્રપતિ ભવન સાથે પણ વિવાદ થયો હતો

Advertisement

નવી દિલ્હી તા.15
સ્મૃતિ ઈરાનીનો માહિતી પ્રસારણ પ્રધાન તરીકે એક વર્ષથી આછા સમયનો પણ રહ્યો હોવા છતાં વિવાદીત રહ્યો છે. બે વર્ષ પહેલા તેમને માનવ સંસાધન મંત્રાલયમાંથી દૂર કરાયા બાદ તેમને સપ્ટેમ્બર 2017 આઈએન્ડબીનો સંપૂર્ણ હવાલો સોંપાયો હતો.
40 જેટલા ઈન્ફોર્મેશન સર્વિસીસ ઓફીસર્સની બદલી કરતા મંત્રાલયના આદેશના પગલે પ્રથમ વિવાદ શરૂ થયો હતો.
આઈઆઈએસ અધિકારીઓએ એ પછી વડાપ્રધાનના કાર્યાલય દ્વારા હસ્તક્ષેપની માંગણી કરી હતી. ત્યારબાદ પ્રસાર ભારતીના ચેરમેન એ સૂર્યપ્રકાશ કર્મચારીની સંખ્યાઘટાડવા ફંડના મેનેજમેન્ટ અને દુરદર્શનની ફ્રી ડીશ અને સ્લોટ સેલ નીતિ બાબતે ગજગ્રાહ શરુ થયો હતો. પુર્વ પત્રકાર અને આરએસએસના નેતાઓની નજીક મનાતા સૂર્યપ્રકાશ હોદા પર ટકી રહેવામાં કામયાબ રહ્યા હતા.
સૌથી વધુ ગંભીર વિવાદ ફેક ન્યુઝ આપનારા પત્રકારોના એકીડેટેશન છીનવી લઈ દંડીત કરવાનો હતો. પીએમઓના હસ્તક્ષેપ પછી મોડીરાતનો ઓર્ડર પાછો ખેંચવામાં આવ્યો હતો.
છેલ્લા સપ્તાહોમાં માહિતી પ્રસારણ મંત્રાલયે બે વધુ વિવાદોનું સાક્ષી રહ્યું હતું. એ પૈકી એક નેશનલ ફીલ્મ એવોર્ડ એનાયત સમારંભ હતો. રાષ્ટ્રપતિને આ બાબતે બરાબર વાકેફ ન કરાયાનો આક્ષેપ થયો હતો. માત્ર 16ને જ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ વ્યક્તિગત રીતે અપાશે એવું જાહેર થતાં કેટલાય વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિભવનના પ્રેમભાવે સ્પષ્ટ કર્યુ હતું કે બે સપ્તાહ અગાઉ મંત્રાલયને જણાવી દેવાનું હતું કે રાષ્ટ્રપતિ માત્ર એક કલાક સમારંભમાં હાજરી આપશે. છેલ્લે, એશિયા મીડીયા સમીટમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો માટેની વ્યવસ્થા પુરતી નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ એક વકતા તરીકે સરકાર ઈરાની પર ચોપાટી ગઈ હતી, પણ એ મીડીયા અને ભાજપના સહયોગી પક્ષને સહીત તમામ પક્ષકારો સામે સારા સંબંધો ઈચ્છતી હતી.
નેશનલ ફીલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વડા નીના લાથ ગુપ્તા અને આઈઆઈએસ ઓફીસર સેનથીલ કુમારને બરખાસ્ત કરવા મુદે પણ વિવાદ હતો.
સ્મૃતિ ઈરાનીના કાર્યકાળમાં જ પ્રહલાદ નિહાલાનીને સેન્સર બોર્ડના ચેરમેન તરીકે દૂર કરવામાં આવ્યા હતા, અને પ્રસુન્ન જોશીની નિમણુંક કરવામાં આવી હતી.


Advertisement