કાલથી દાઉદી વ્હોરા સમાજમાં રમઝાન માસનો પ્રારંભ : અાજથી મસ્જિદો નમાઝીઅોથી ગુંજી ઉઠશે

14 May 2018 01:18 PM
Jasdan
  • કાલથી દાઉદી વ્હોરા સમાજમાં રમઝાન માસનો પ્રારંભ : અાજથી મસ્જિદો નમાઝીઅોથી ગુંજી ઉઠશે

Advertisement

(હિતેશ ગોસાઈ) જસદણ, તા. ૧૪ વિશ્ર્વની સાથોસાથ અાજે સોમવાર સાંજથી સૌરાષ્ટ્રભરની દાઉદી વ્હોરા મસ્જિદો નમાઝીઅોથી ગુંજી ઉઠશે. અને ઈસ્લામ ધમૅના અતિ પવિત્ર રમઝાન માસની પહેલી રાત્રિની અેકમેકને મુબારકબાદી પાઠવશે. દાઉદી વ્હોરા સમાજમાં મીસરી કેલેન્ડર મુજબ અાવતીકાલ મંગળવારથી ઈસ્લામમાં પાક લેખાતો રમઝાન માસનો પ્રારંભ થતો હોય અાજે સોમવારે સાંજે જસદણ સહિત સૌરાષ્ટ્રભરની વ્હોરા મસ્જિદોમાં મગરીબરુઈશાની નમાઝ માટે નાનારુમોટેરા અબાલરુવૃઘ્ધો પોતપોતાના ગામોની મસ્જિદોમાં અેકત્ર થઈ નમાઝ બાદ પહેલી રાતની મુબારકબાદી પાઠવશે. કાલ મંગળવારથી સૂયોૅદયથી સૂયાૅસ્ત સુધી અેકપણ પાણીનું ટીપુ અને અન્નનો અેકપણ દાણો મોઢામાં નાખ્યા વગર સળંગ ત્રીસ દિવસ રોઝા પાળશે. સાથોસાથ નમાઝ અને જકાત કાઢી. ગરીબોને છુટ્ટા હાથે મદદ કરશે અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો રમઝાન શરૂ થતાં વ્હોરા બિરાદરોમાં ભારે પ્રસન્નતા છવાઈ છે.


Advertisement