ટેસ્ટના 141 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એકપણ બોલ નાંખ્યા વિના બન્યો રૅકોર્ડ

12 May 2018 11:56 PM
Rajkot India Sports World
  • ટેસ્ટના 141 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એકપણ બોલ નાંખ્યા વિના બન્યો રૅકોર્ડ

Advertisement

પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટના પહેલાં દિવસે વરસાદને કારણે મેચ ચાલુ થઈ શકી ન હતી. પ્રથમ દિવસે એક પણ બોલ નાંખ્યા વિના રમત રદ કરવી પડી હતી. આ સાથે જ આયર્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટના 141 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ટીમ બની ગઈ જેણે ટીમની સૌ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે એક પણ બોલ ન નાંખ્યો હોય.

આયર્લેન્ડના ક્રિકેટ પ્રેમીઓ 11 મેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ICCમાંથી 1993મા એસોસિયેટ સભ્યનું પદ મળ્યા પછી આયર્લેન્ડ ટેસ્ટ મેચ રમનાર દુનિયાની 11મી ટીમ છે. 2006મા પ્રથમ વન-ડે રમનાર આયર્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ માટે પૂરી રીતે તૈયાર હતી પરંતુ પ્રથમ દિવસે વરસાદે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.


Advertisement