અમદાવાદમાં યુવતી પર પોલીસમેને આચર્યું દુષ્કર્મ ! ફરિયાદ

12 May 2018 09:05 PM
Rajkot Crime Gujarat
  • અમદાવાદમાં યુવતી પર પોલીસમેને આચર્યું દુષ્કર્મ ! ફરિયાદ

Advertisement

અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે આવેલા જલધારા વોટરપાર્કની બહાર કારમાં પોલીસ કોન્સ્ટેબલ મહેશ દેસાઇએ એક યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ મણિનગર પોલીસમાં નોંધાઇ છે.

ઘટના બાદ પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે પીડિતા આ પોલીસમેનના પરિચયમાં આવ્યા બાદ કાંકરિયા તાલાવે તે કારમાં મહેશ સાથે ગઈ હતી. જ્યાં બહારથી ઠંડુ લાવીને મહેશે તેને આપતા તેણીએ ઠંડુ પિતા બેહોશ થઇ ગઈ હતી.

પછી મહેશે તેમની સાથે કારમાં જ દુશ્કારમાં આચર્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ તેને એક ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો. તે ફરાર થઈ ગયો હતો. મણીનગર પોલીસે મહેશ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તેમની શોધખોળ આદરી છે. મહેશ દેસાઇ અમદાવાદના ઝોન 6ની કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement