પોરબંદરમાં જાણીતા વકતા કાજલ ઓઝા વૈદ્યનો તા.10મીએ મોટીવેશન કાર્યક્રમ

12 May 2018 03:51 PM
Porbandar

લોહાણા મહાજન વાડી ખાતે સુંદર આયોજનનું અનેરૂં આકર્ષણ

Advertisement

ખંભાળિયા તા.12
ગુજરાતી સાહિત્યમાં આગળ પડતુ નામ અને સ્થાન ધરાવતા જાણીતા લેખીકા તથા વકતા કાજલ ઓઝા વૈદ્યનો આગામી તા.10મી જૂનના રોજ પોરબંદર ખાતે મોટીવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
પોરબંદર તથા ખંભાળિયાના આયોજકો દ્વારા રવિવાર તા.10મી જૂનના રોજ મહારાજ વાડીના મજીઠીયા હોલ ખાતે સાંજે સાડા છ થી સાડા આઠ વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટીવેશન વકતા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પ્યાર, વ્યાપાર અને પરિવાર વિષય પર પ્રેરણારૂપ વકતવ્ય આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો પંકજભાઇ મજીઠીયા (લાયસન્સ કલબના પ્રમુખ), જીજ્ઞેશભાઇ લાખાણી, (રોટરી કલબ), ધવલ કજીઠીયા (રોટરી કલબ), સંદિપભાઇ કાનાણી, જીજ્ઞેશભાઇ કારીયા, સંજયભાઇ કારીયા, રોહિતભાઇ લાખાણી, ઇલાબેન ઠકકરની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય પ.પૂ. શ્રી 108 વસન્ત બાવાના હસ્તે કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન માટે ખંભાળિયાના શ્રીજી હેન્ડીક્રાફટ વારા દિવ્યેશ મોદી અને ચંદા મોદી સાથે પોરબંદરના જીતેન્દ્રભાઇ વિઠ્ઠલાણી તથા રાજેશભાઇ માંડવીયા દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


Advertisement