૪જીની ડાઉનલોડ સ્પીડમાં વધારો કરશે સ્પેકટ્રમ હામોૅનાઈઝેશન

12 May 2018 02:38 PM
Technology
  • ૪જીની ડાઉનલોડ સ્પીડમાં વધારો કરશે સ્પેકટ્રમ હામોૅનાઈઝેશન

મોબાઈલના વપરાશકારો માટે ખુશખબર

Advertisement

મુંબઈ તા. ૧ર દુરસંચારમાં ૪જીની સેવાઅો છતા ડાઉનલોડ ધીમી ગતિઅે થઈ રહ્યંુ છે, તો હવે અા મુશ્કેલીમાંથી તમને જલ્દીથી છુટકારો મળવાનો છે. દુરસંચાર વિભાગે અા સમસ્યામાંથી ગ્રાહકોને છુટકારો મળે તે માટે સ્પેકટ્રમ હામોૅનાઈઝેશનને મંજૂરી અાપી દીધી છે. હવે, કંપનીને ગ્રાહકોને ડેટા ઉપલબ્ધ કરાવવામાં લાંબો સમય નહી લાગે તથા ડાઉનલોડની ઝડપ પણ વધી જશે. દુરસંચાર વિભાગના જણાવ્યા અનુસાર હામોૅનાઈઝેશનને લીલીઝંડી મળ્યા બાદ કંપનીઅો ૪જી સેવાની ગુણવતા તથા ઝડપમાં સુધારો કરી શકશે તથા હામોૅનાઈઝેશન હેઠળ તમામ કંપનીઅો અેકજ સરખી રીતે સમરસતા સાથે સેવા અાપી શકશે.હાલમાં તમામને અલગરુઅલગ રસ્તાઅો અપનાવવા પડે છે. સેવામાં કોઈ વિસ્તારમાં કોઈ કંપનીનું સારું પ્રદશૅન હોય છે જયારે બીજા વિસ્તારમાં તે જ કંપનીનું પ્રદશૅન સારું નથી હોતું. હામોૅનાઈઝેશનને લીલીઝંડી મળ્યા બાદ ગ્રાહકોને જ નહી કંપનીઅોને પણ લાભ મળશે. વિભાગના નિણૅયથી ર૩૦૦ અને રપ૦૦ મેગાહટૅઝ બેન્ડના સ્પેકટ્રમનું હામોૅનાઈઝેશન કરવામાં અાવશે.દેશમાં ભારતી અેરટેલ અને રિલાયંસ જિયો પાસે ર,૩૦૦ મેગાહટૅઝ બેન્ડ છે. જિયો પાસે રર સકૅલમાં કુલ ૬૦૦ મેગા હટૅઝ સ્પેકટ્રમ છે અને ભારતી અેરટેલ પાસ અાટલા જ સકૅલમાં પ૭૦ મેગા હટૅઝ સ્પેકટ્રમ છે. જયારે અન્ય કંપનીઅો પાસે અાટલા પ્રમાણમાં સ્પેકટ્રમ નથી. અા બો કંપનીઅોઅે નીલામીમાં અા સ્પેકટ્રમ બેન્ડ ખરીધુ હતુ. જયારે અન્ય પોતાની ૪જી સેવાઅો અાપે છે. દુરસંચાર વિશેષજ્ઞ અરણ પ્રધાનના જણાવ્યા પ્રમાણે વિભાગે ગ્રાહકો અને કંપનીઅો બોની મુશ્કેલીઅો હલ કરી છે.


Advertisement