ભ્રષ્ટાચારી સામે વધુ એક પ્રહાર : ટાઉન પ્લાનર આશુતોષ પંડયા બરતરફ થયો

12 May 2018 02:26 PM
Ahmedabad Gujarat
  • ભ્રષ્ટાચારી સામે વધુ એક પ્રહાર : ટાઉન પ્લાનર આશુતોષ પંડયા બરતરફ થયો

રૂા.750 કરોડનું જમીન કૌભાંડ કરનાર આશુતોષે અમદાવાદની ટીપી સ્કીમમાં બિલસે સાથે મળી કૌભાંડ કર્યા

Advertisement

ગાંધીનગર તા.12
રાજ્યની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યા બાદ અમદાવાદની ટીપી સ્કીમોમાં ગંભીર ગેરરીતિઓ આચરીને બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓને મોટા લાભ અપાવી ભ્રષ્ટાચાર આચરવા બદલ શહેરી વિકાસ વિભાગના ટાઉન પ્લાનર આશુતોષ પંડ્યાને સરકારે કાયમ માટે બરતરફ કરાયા છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાથી શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયા છે. ટાઉન પ્લાનર તરીકે આશુતોષ પંડ્યાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમદાવાદની વિવિધ ટીપી સ્કીમોમાં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રમાણેની ગેરરીતિઓ આચરી હતી. જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વ્યાપક નાણાકીય નુકસાન પહોંચ્યું હતું. આ મામલે ફરિયાદો મળતા સરકારે તપાસના આદેશ કર્યા હતા. જેમાં તથ્ય જણાતા અગાઉ આશુતોષ પંડ્યાને સસ્પેન્ડ કરાયા હતા. હવે તેમને કાયમ માટે બરતરફ કરાયા છે.
ગાંધીનગર: રાજ્યની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યા બાદ અમદાવાદની ટીપી સ્કીમોમાં ગંભીર ગેરરીતિઓ આચરીને બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓને મોટા લાભ અપાવી ભ્રષ્ટાચાર આચરવા બદલ શહેરી વિકાસ વિભાગના ટાઉન પ્લાનર આશુતોષ પંડ્યાને સરકારે કાયમ માટે બરતરફ કરાયા છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાથી શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયા છે. ટાઉન પ્લાનર તરીકે આશુતોષ પંડ્યાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમદાવાદની વિવિધ ટીપી સ્કીમોમાં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રમાણેની ગેરરીતિઓ આચરી હતી. જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વ્યાપક નાણાકીય નુકસાન પહોંચ્યું હતું. આ મામલે ફરિયાદો મળતા સરકારે તપાસના આદેશ કર્યા હતા. જેમાં તથ્ય જણાતા અગાઉ આશુતોષ પંડ્યાને સસ્પેન્ડ કરાયા હતા. હવે તેમને કાયમ માટે બરતરફ કરાયા છે.


Advertisement