કોળી સમાજની દિકરીઓ વિશે અભદ્ર શબ્દો બોલી ઉતારેલ વીડીયો અંગેના ગુન્હાના આરોપી ઝડપાયા

12 May 2018 12:45 PM
Bhavnagar Crime
  • કોળી સમાજની દિકરીઓ  વિશે અભદ્ર શબ્દો બોલી ઉતારેલ વીડીયો અંગેના ગુન્હાના આરોપી ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચનો સપાટો

Advertisement

ભાવનગર તા.12
તા.10ના વરતેજ પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ દેવશીભાઇ રાઠોડ રહે.બોરતળાવ, ભાવનગર વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક હાથમાં સફેદ કલરનું જાડું કડું પહેરેલ એક છોકરો સ્ટેન્ડ ચડાવેલ સ્કુટર ઉપર બેસીને પોતે ભરવાડ જ્ઞાતિનો અને સાટીયા અટક હોવાની ઓળખ આપી વિડીયો ઉતારનાર વ્યકિત તથા અન્ય એક વ્યકિતને વાત કરતો હોય તે રીતે કોળી સમાજ ની દિકરીઓ વિશે ખરાબ ટીપ્પણી ઓ કરી બિભત્સ શબ્દો બોલી બિભત્સ ઇશારાઓ કરતો જોવામાં આવેલ.
જે વ્યકિતની તપાસ કરતાં આ વ્યકિત કરદેજ તા.જી.ભાવનગરવાળો હોવાનું જાણવા મળેલ.જેથી તેનાં તથા વિડીયો ઉતારનાર અને વિડિયોમાં સમર્થન આપનાર વ્યકિત હસતાં હતાં.તે ત્રણેય વ્યકિતઓએ બે જ્ઞાતિઓ વચ્ચે ધિક્કારની તેમજ દુશ્મનાવટ થાય તેમજ દ્રેષની લાગણી ફેલાવી વિડીયો વાયરલ કરેલ.તેનાં વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ આ ગુન્હાની તપાસ ડી.એમ.મિશ્રા પોલીસ ઇન્સ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરને સોંપી આપેલ.અને પો.ઇન્સ. તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોને તાત્કાલિક આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઓએ પકડી પાડવા સુચના આપેલ.
જે સુચના મુજબ ગઇકાલ મોડી રાત્રે વિડીયોમાં દેખાતાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરની પોલીસે અટકાયત કરી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ.
ત્યાર બાદ આ ગુન્હાની તપાસ દરમ્યાન વિડીયો ઉતારનાર શૈલેષ ભુપતભાઇ મકવાણા ઉ.વ.21 રહે.કરદેજ તા.જી.ભાવનગર તથા વિડિયોમાં સમર્થન આપી હસતાં હરેશ ઉર્ફે મોટો સામતભાઇ દેસુરભાઇ ડાંગર ઉ.વ.25 રહે.કરદેજ તા.જી.ભાવનગર વાળાને આજરોજ પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ.તેઓની પાસેથી મોબાઇલ-2 કિ.રૂ. 12,500/- તથા એકટીવા સ્કુટર-01 કિ.રૂ.50,000/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
આમ,વરતેજ પોલીસ સ્ટેશનનાં ઉપરોકત ગુન્હાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા,ભહિપાલસિંહ ચુડાસમા, કેવલભાઇ સાંગા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફ જોડાયો હતો.


Advertisement