ત્રણ દડાથી જગલિંગ કરતાં-કરતાં સૌથી ફાસ્ટ દોડવાનો અનોખો રેકોર્ડ

12 May 2018 11:11 AM
Off-beat World
  • ત્રણ દડાથી જગલિંગ કરતાં-કરતાં સૌથી ફાસ્ટ દોડવાનો અનોખો રેકોર્ડ

Advertisement

અમેરિકાના મેસેચુસેટ્સ રાજયની બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા ઝેક પ્રેસ્કોટ નામના સ્ટુડન્ટે અનોખું કારનામું કર્યું છે. તેણે સૌથી ફાસ્ટેસ્ટ જોગ્લિંગ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોગ્લિંગ એટલે જગલિંગ પ્લસ જોગિંગ. હાથમાં ત્રણ દડાને વારાફરતી ઉછાળતા જવાનું અને સાથે દોડવાનું પણ. આ રીતે તેણે 4 મિનિટ અને 43.ર સેક્ધડમાં 1.6 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ઝેકનું કહેવું છે કે દોડતી વખતે શરીરની એક રિધમ જળવાઈ રહે અને મગજનું ધ્યાન સં5ુર્ણપણે દડાઓ પર રહે એ બે બહુ જ મહત્ત્વની બાબતો હતી. 1986માં જોગ્લિંગનો રેકોર્ડ બન્યો હતો. એની સરખામણીએ જેકે છ સેક્ધડ ઓછી લીધી હતી.


Advertisement