જનકપુરમાં મુલાકાતી બુકમાં આવું લખ્યું PM મોદીએ

12 May 2018 12:32 AM
Rajkot Gujarat India
  • જનકપુરમાં મુલાકાતી બુકમાં આવું લખ્યું PM મોદીએ

Advertisement

બે દિવસની નેપાળ યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ્જે પહેલા જ દિવસે જાનકી મંદિરની મુલાકાત લીધી હતી. અહીં મોદીએ મંદિરની વિઝિટર્સ બુકમાં પોતાના જ હાથે એક મોટો સંદેશ લખ્યો.

વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, જનકપુર ધામની યાત્રા કરવાની મારી ખુબ જુની ઈચ્છા આજે પુરી થઈ. ભારત અને નેપાળના લોકોના દિલોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા આ તીર્થધામની યાત્રા મારા માટે એક યાદગાર અનુંભવ છે.

પીએમ મોદીએ મંદિરની વિઝિટર્સ બુકમાં વધુમાં લખ્યું હતું કે, આજે અહીં મારા સ્વાગતને લઈને હું નેપાળ સરકાર અને જનકપુરના લોકોનો ખુબ જ આભારી છું. જનકપુરવાસીઓ અને નેપાળના તમામ લોકોના જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું ભારતના લોકો તરફથી હાર્દિક શુભકામનાઓ પ્રગટ કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકપુર ધામના દર્શન બાદ નાગરિક અભિનંદન સમારોહમાં લોકોને સંબોધિત પણ કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ભારત અને નેપાળના સંબંધોનો નવો યુગ ગણાવ્યો. મોદીએ કહ્યું હતું કે, નેપાળની યાત્રા વગર ભારતના તીર્થધામો પણ અધુરા છે અને રામ પણ. બંને દેશોની મિત્રતા કોઈ રજનીતિ કે કુટનીતિની મોહતાજ નથી.


Advertisement