બોટાદ-જસદણ-ગોંડલ રેલ સેવા શરૂ કરો

11 May 2018 01:34 PM
Botad
Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા.11
બોટાદ જસદણ ગોંડલ રેલ્વે સુવિધાના અભાવે પ્રજાને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં બોટાદ જસદણ ગોંડલ સેવા શરૂ થાય તો બોટાદ અને જસદણ શહેર અને તાલુકાની પ્રજા સમગ્ર ભારત સાથે જોડાઈ શકે તેમ છે અને રેલ્વેને પણ પુરતા પ્રમાણમાં ટ્રાફીક તેમજ આવક મળી શકે તેમ છે. બોટાદ અને જસદણ ઔદ્યોગીક ડાયમન્ડ જીનીંગ એન્ડ પ્રેસીંગ ક્ષેત્રે બન્ને શહેર જબરજસ્ત વિકાસ કરી રહ્યા છે. બોટાદમાં મોટા જબરજસ્ત બે માર્કેટીંગ યાર્ડો આવેલા છે. જેમાં કપાસ, ઘઉં, જીરૂ, જલ, જુવાર, બાજરીની રેકોર્ડ બ્રેક આવકો આવે છે. માર્કેટ યાર્ડમાંથી ખરીદીને દેશાવરમાં વહેપારીઓ વેચાણ ખુબજ સરળ થઈ શકે તેમ છે. કોટન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક 300000 રૂની ગાંસડીનું ટર્ન ઓવર છે જે જસદણમાંથી થઈ રહ્યું છે.


Advertisement