ઘઉં-ચોખાની ટેકાના ભાવે ખરીદી સામે અમેરિકાને વાંધો: WTOમાં વિરોધ

11 May 2018 12:27 PM
Business India
  • ઘઉં-ચોખાની ટેકાના ભાવે ખરીદી સામે અમેરિકાને વાંધો: WTOમાં વિરોધ

વૈશ્ર્વિક નિયમો મુજબ 10 ટકાથી વધુ સબસીડી માપી ન શકાય

Advertisement

અમદાવાદ તા.11
નરેન્દ્ર મોદીનાં નેજા હેઠળની કેન્દ્ર સરકાર ઘઉં-ચોખા સહિતનાં ખેતપેદાશોનાં ટેકાનાં ભાવમાં વધારો કરવા અંગે વિચારણાં કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ અમેરિકાએ ભારત સરકાર દ્વારા ઘઉં અને ચોખાની ટેકાનાં ભાવથી સરકારી ખરીદી સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં વિરોધ નોંધાવ્યો છે.
અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઘઉં અને ચોખાની ટેકાનાં ભાવથી સરકારી ખરીદી સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં વિરોધ નોંધાવ્યો છે.
અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઘઉં અને ચોખા માટે ટેકાનાં ભાવથી જે ખરીદી કરવામાં આવે છે, તે ડબલ્યુટીઓમાં નકકી થયેલા ભાવની તુલનાએ વધુ છે. ભારત ઘઉંનું છેલ્લા ચાર વર્ષમાં જેટલું ઉત્પાદન થયું તેની કિંમતતનાં 60 ટકા જેટલી ખરીદી ટેકાનાં ભાવથી કરે છે, જયારે ચોખામાં આ જ રીતે 70 ટકાથી પણ વધુનો હિસ્સો છે. જયારે ડબલ્યુટીઓનાં નિયત પ્રમાણે 10 ટકાથી પણ વધુ કોઈપણ દેશ સબસીડી આપવી શકતુ નથી.
ભારત સરકાર દ્વારા કૃષિ સબસીડીમાં જે પણ કંઈ ફેરફાર થયા છે એ છેલ્લા પાંચ વર્ષમાં ડબલ્યુટીઓમાં બહુ ચર્ચામાં રહ્યાં છે. ભારત સરકારે ફુડ સિકયોરીટીનાં હેતુથી જે ખરીદી કરી હતી એ સંદર્ભમાં ભારત ડબલ્યુટીઓમાં જીત્યું છે, પરંતુ અમેરિકાએ એવો આક્ષેપ લગાવ્યોછે કે ખેડુતોને વધુ પૈસા આપવામાં આવી રહ્યાં હોવાથી તેઓ ઉત્પાદન વધુ કરવા માટે પ્રેરાય છે અને તેને બદલે વૈશ્ર્વિક બજારમાં સરપ્લસ સ્ટોકની સ્થિતિ ઉભી થાય છે અને ભાવ ઘટી જાય છે. જેને કારણે સમગ્ર વૈશ્ર્વિક બજાર ખોરવાય જાય છે.
અમેરિકાએ વર્ષ 2010-11થી 2012-13નાં વર્ષ દરમિયાનનો અભ્યાસ કરીને ભારત ઉપર આ આરોપ લગાવ્યો છે. અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત વિશ્ર્વમાં કૃષિ પાકોનાં ઉત્પાદનમાં બીજા કે ત્રીર્જો સૌથી મોટો દેશ છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન નિકાસમાં 22 ટકાનો વધારો થઈને વિશ્ર્વનાં ટોપ-ટેન દેશોમાં ભારતનો સમાવેશ થઈ રહ્યો છે.
ચોખાની નિકાસમાં ભારત સૌથી મોટો નિકાસકાર દેશ છે અને વિશ્ર્વનાં કુલ નિકાસમાં 20 ટકા હિસ્સો ભારતનો છે. ભારતે 2013-14માં કુલ 123 અબજ રૂપિયા ર્ચોખાની ટેકાનાં ભાવથી ખરીદી માટે ચૂકવ્યાં છે, અમેરિકાની ગણતરી પ્રમાણે 1,780 ટ્રીલીયન રૂપિયા થાય છે, જે ઉત્પાદનનાં 76.9 ટકા છે. એ જ રીતે ઘઉંમાં હિસ્સો 65.3 ટકા રહેલો છે.


Advertisement