સૌરાષ્ટ્રના ૯ સહિત ર૮ તાલુકા વિકાસ અધિકારીઅોની થઈ બદલી

11 May 2018 12:17 PM
Rajkot Saurashtra

રાજકોટ-જામનગર-જુનાગઢ-ભાવનગર જિલ્લાઅોમાં નિમણુંક : વધુ ધાણવો અાવશે

Advertisement

રાજકોટ, તા. ૧૧ ગુજરાત રાજય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિમાૅણરુગ્રામ વિકાસ ખાતાઅે સૌરાષ્ટ્રના ૯ સહિત ર૯ તાલુકા વિકાસ અધિકારીઅોની મોટા પાયે બદલીના હુકમો કયાૅ છે. રાજકોટરુ જામનગરરુ જુનાગઢ અને ભાવનગર જિલ્લાના તાલુકાઅોમાં તાલુકાઅોમાં તાલુકા વિકાસ અધિકારીઅોને નિમણુંકો અાપી હોવાનું નાયબ સમીપ પઢારીયાઅે જણાવ્યું હતું. ગુજરાત રાજય સરકારે ગઈકાલે મોડી સાંજે તાલુકા વિકાસ અધિકારીઅોની કરેલી બદલીના હુકમોમાં બી.અેમ. સરવૈયાને બોટાદથી ભાવનગર, અેસ.બી.જાનીને કચ્છથી પાલિતાણા, બી.ડી.ગોહિલને અમરેલીથી ભાવનગર, અેમ.અેસ. મેરજાને ગાંધીનગરથી જામનગર, જે.જી.ગોહિલને મોરબીથી કોટડા સાંગાણી (રાજકોટ), અે.વાય.વ્યાસને રાજકોટથી જુનાગઢ, અેન.પી.ત્રિવેદીને રાજકોટથી અમરેલી, ડી.અેન.તડવીને છોટાઉદેપુરની કેશોદ (જુનાગઢ) તથા ડી.વી.પટેલને નમૅદાથી વઢવાણ મુકવામાં અાવ્યા છે. દરમ્યાન રાજય સરકારે સૌરાષ્ટ્રના અા ૯ ઉપરાંત કે.કે.ચૌધરી, પી.ટી.પાયઘોડે, અેન.પી.ઠાકોર, ડી.અેન.ચારણ, જે.કે.પટેલ, શ્રીમતી અેસ.અેમ.પટેલ, અે.કે.પટેલ, કે.અે.વસાવા, બી.કે.જોષી, સી.ડી.ડામોર, અાર.અેચ.રાઠવા, બી.અેમ.ચૌધરી, અાર.પી.પટેલ, જે.જી.પટેલ, શ્રીમતી કે.ટી.પંચાલ, અાર.વી.ડામોર, અેસ.અેચ.રાઠવા, અેન.અેસ.પટેલને પણ બદલીને ગુજરાતના જિલ્લાઅોમાં નિમણુંકો અાપી છે. રાજય સરકારે મોટાભાગના તાલુકાઅોમાં ખાલી રહેલી જગ્યાઅો પર નિમણુંકો અાપી છે. રાજય સરકારે ર૦ તાલુકામાં ખાલી જગ્યાઅો પર નવી નિમણુંકો અાપતા હુકમો કરતા અા ખાલી પડેલી જગ્યાઅો હવે ભરાઈ જતાં જે તાલુકા વિકાસ અધિકારીઅો પાસે બે તાલુકાના ચામૅ હતા તે છોડી દેવાના રહેશે અને નવી નિમણુંકો થતા પડતર રહેલા કામોનો ઝડપી નિકાલ થશે. ખાલી જગ્યાઅો ભરાતા લોકોને પણ રાહત મળશે તેવું જણાવાયું છે.


Advertisement