Jioનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન જાણો..

11 May 2018 12:13 AM
Rajkot Business Gujarat India
  • Jioનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન જાણો..
  • Jioનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન જાણો..

Advertisement

રિલાયન્સ જિયોએ એક વાર ફરીથી જોરદાર એવી નવી ઓફર રજૂ કરી છે. કંપનીએ અત્યાર સુધીનો સૌથી સસ્તો પોસ્ટપેઇડ પ્લાન રજૂ કર્યો છે. જિયોનાં આ પ્લાનની કિંમત માર્કેટમાં ઉપલબ્ધ દરેક કંપનીઓનાં પોસ્ટપેડ પ્લાનથી ઓછી છે. રિલાયન્સ જિયોનાં આ પોસ્ટપેઇડ પ્લાનની કિંમત માત્ર 199 રૂપિયા છે. આ પ્લાનમાં પૂરા મહિના માટે 25GB ડેટા મળશે.

આ સાથે જ અનલિમિટેડ કોલિંગ પણ હશે અને જિયો એપનાં સબસ્ક્રિપ્શન પણ મળશે. કંપનીએ આ પ્લાનનું નામ ઝીરો ટચ પોસ્ટપેઇડ રાખેલ છે. જિયોનો આ પ્લાન 15 મેંથી લાઇવ થઇ જશે કે ત્યાર બાદ આપ જિયોની વેબસાઇટ અને My Jio App દ્વારા પણ બિલની ચુકવણી કરી શકશો. જિયોનાં આ પ્લાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોલિંગ 50 પૈસા પ્રતિ મિનીટનાં હિસાબથી કરવામાં આવશે.



ત્યાં બીજી બાજુ આંતરરાષ્ટ્રીય રોમિંગ દરમ્યાન પ્રતિ મેસેજ 2 રૂપિયા, પ્રતિ મિનીટ વોઇસ કોલિંગ 2 રૂપિયા અને 2MB ડેટા માટે પણ 2 રૂપિયા આપવા પડશે. તમને જણાવી દઇએ કે જિયોનાં મુકાબલે એરટેલનાં પ્લાનની કિંમત 399 રૂપિયા, વોડાફોનનાં પ્લાનની કિંમત 399 રૂપિયા અને Ideaનાં પોસ્ટપેઇડ પ્લાનની કિંમત 389 રૂપિયા છે. આ ત્રણેય કંપનીઓનાં પ્લાનમાં 20GB ડેટા મળશે અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.


Advertisement