વૉલમાર્ટ-ફ્લિપકાર્ટની ડિલથી 100 કર્મચારીઓ બની જશે કરોડપતિ !!

10 May 2018 11:57 PM
Rajkot Business Gujarat India
  • વૉલમાર્ટ-ફ્લિપકાર્ટની ડિલથી 100 કર્મચારીઓ બની જશે કરોડપતિ !!

Advertisement

ફ્લિપકાર્ટને વૉલમાર્ટ દ્વારા ખરીદ્યા પછી ભારતીય રિટેલર કંપનીના લગભગ 100થી વધારે કર્મચારીઓની નસીબ ઉધડી જશે. આ ડિલથી તે કર્મચારીઓને સૌથી વધારે ફાયદો થશે, જેમની પાસે પહેલાથી ફ્લિપકાર્ટના શૅર છે.

કમર્ચારી બન્યા કરોડપતિ:
સોદાના પગલે કંપની જ નહિ પરંતુ અનેક કર્મચારીઓને મોટો ફાયદો થયો છે. આ ડીલ સાથે સંકળાયેલા એક જાણકારે જણાવ્યું કે કંપનીમાં શેર્સ ધરાવતા અનેક કર્મચારીઓ (ESOP POOL)ને તેનાથી ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે તેમાં આશરે 2 અબજ ડોલર (આશરે રૂ.13,455 કરોડ)ની કિંમતના શેરહોલ્ડર્સ સામેલ છે. આમ ફ્લિપકાર્ટના જૂના અને નવા મળીને લગભગ 100 કર્મચારીઓ આ સોદો થયા પછી હવે કરોડપતિ બની ગયા છે.

વોલમાર્ટ આપશે 100% બાયબેક ઓફર:

મીડિયા રીપોર્ટસ અનુસાર, વોલમાર્ટ તરફથી ફિલપકાર્ટના કર્મચારીઓને શેરવેચવા માટે 100% બાયબેક ઓફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટ પોતાના સ્ટાફને 4 વર્ષના ગાળા માટે શેર્સ આપતી હતી. તે પછી કર્મચારીઓને એક વર્ષની સમયમર્યાદા પછી દર મહિને કંપનીને આપવાની પરવાનગી મળતી હતી. જોકે, આ અંગે ફ્લિપકાર્ટ તરફથી હજુ સુધી કશું કહેવામાં આવ્યું નથી.

વોલમાર્ટેને કેમ પસંદ પડી ફિલપકાર્ટ:

એક રિસર્ચ અનુસાર, વોલમાર્ટ અમેરિકા અને અન્ય દેશોમાં એમેઝોનને ટક્કર આપવાના માર્ગો શોધી રહી છે. ઓનલાઇન સેલ્સ વધારવા માટે વોલમાર્ટ અમેરિકામાં થયેલા હાલિયા જેટ.કોમ ડીલ અને ચીનમાં જેડી.કોમ સાથે થયેલા સોદાઓથી આગળ નિકળવા ઇચ્છતી હતી. ભારતમાં વોલમાર્ટને રેગ્યુલેશનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફિલપકાર્ટમાં ઇન્વેસ્ટથી તેને ઓનલાઇન રીટેલ માર્કેટમાં મોટી જગ્યા મળશે.


Advertisement