ચાર્જર અને ઇલેકટ્રીસીટી વિના તમે પહેરેલા કપડા વડે જ મોબાઇલ ચાર્જીગ કરી શકશો!

10 May 2018 01:01 PM
India Technology
  • ચાર્જર અને ઇલેકટ્રીસીટી વિના તમે પહેરેલા કપડા વડે જ મોબાઇલ ચાર્જીગ કરી શકશો!

સંશોધકોએ સ્થિતિ સ્થાપકતા ધરાવતી સોલરપેનલ વિકસાવી

Advertisement

વડોદરા તા.10 ચાર્જર કે ઇલેકટ્રીસીટી વિમાની દુનિયાની કલ્પના કરી શકો છો? ચિંતા ન કરો તમો હજુ પણ તમારો મોબાઇલ ચાર્જ કરી શકશો અને એ પણ તમે પહેરેલા કપડામાંથી! અને માત્ર મોબાઇલ જ નહી પરંતુ તમે લેપટોપને પણ બેગ સાથે જ મુસાફરી દરમ્યાન ચાર્જ કરી શકશો અને આ કોઇ કલ્પના નહીં પણ વાસ્તવિકતા છે. વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધકોએ ઓર્ગેનિક ડાય (કલર)નો ઉપયોગ કરીને સોલાર સેલની રચના કરી છે. જે સસ્તા અને પારંપરિક સિલીકોન બેઝ પેનલ વડે વપરાતા તથા સ્થિતિ સ્થાપકતા ધરાવે છે.
એટલું જ નહીં પણ સિલીકોન પેનલ ઉપરાંત રુફ ઇન્સ્ટોલેશન વડે બીટોપનો અગાશી પર ઉપયોગ કરી શકો છો. સોલાર સેલ ડેવલપ કરનાર સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધકોએ બિલ્ડીંગની દિવાલ પર, દરવાજા પર કે કપડામાં લગાડીને તેનો ઉપયોગ કરવા માટે સંશોધન કર્યુ છે. આ સોલાર સેલ એટલા સ્થિતિ સ્થાપક છે કે આર્મીના જવાનો તેના યુનિફોર્મમાં લગાવી તેમના સેલફોનને ચાર્જ કરી શકો છે કે જયાં વિજળી ઉપલબ્ધ ન હોય એવું એસપીયુના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોના લીડર પ્રોફેસર સૌરભ સોનીએ જણાવ્યું હતું.


Advertisement