ક્રુડ તેલ સવા ત્રણ વર્ષની ઉંચાઈએ પહોંચ્યુ

08 May 2018 05:07 PM
Business

શેરબજારમાં અફડાતફડી: પી.સી. જવેલર્સમાં ગાબડુ: મેટલ ઝળકયા

Advertisement

રાજકોટ તા.8
મુંબઈ શેરબજારમાં અફડાતફડીના માહોલ વચ્ચે મીશ્ર પ્રકારનું વલણ રહ્યું હતું. ક્રુડતેલ સવા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યુ હતું.
અમેરીકા ઈરાની પ્રતિબંધોની સમીક્ષામાં કેવા નિર્ણય લે છે તેના પર શેરબજારની મીટ હતી. આ સિવાય કર્ણાટકની ચૂંટણી પર નજર રાખવામાં આવતી હતી.
શેરબજારમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડીયન બેંક, આઈનોકસ, ભારત અર્થમુવર્સ, વીઆઈપી, પીટીસી, ગેટવે ઉંચકાયા હતા પી.સી.જવેલર્સ, પીએનબી હાઉસીંગ, એસડબલ્યુ એનર્જી, સુઝલોન, ફાઈબર વગેરેમાં ઘટાડો હતો. મેટલ શેરો ઝળકયા હતા.
અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો 67.10 હતો.નાયમેકસ ક્રુડ 69.88 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 75.52 ડોલર હતું.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 7 પોઈન્ટના ઘટાડાથી 35201 હતો જે ઉંચામાં 35388 તથા નીચામાં 35136 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 10715 હતો જે ઉંચામાં 10689 હતો.


Advertisement