મુકેશ અંબાણીની પુત્રી ઈશાને આ યુવાને કર્યું પ્રપોઝ, કરી સગાઈ !

06 May 2018 06:24 PM
Rajkot Gujarat India
  • મુકેશ અંબાણીની પુત્રી ઈશાને આ યુવાને કર્યું પ્રપોઝ, કરી સગાઈ !
  • મુકેશ અંબાણીની પુત્રી ઈશાને આ યુવાને કર્યું પ્રપોઝ, કરી સગાઈ !
  • મુકેશ અંબાણીની પુત્રી ઈશાને આ યુવાને કર્યું પ્રપોઝ, કરી સગાઈ !

આકાશ અંબાણીની જુડવા બહેન ઈશા થશે લગ્ન

Advertisement

હાલમાં જ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની રોઝી બ્લુ ડાયમન્ડસના રસેલ મેહતાની પુત્રી શ્લોકા સાથેની સગાઈના સમાચાર બહાર આવ્યા અને હવે, આકાશ અંબાણીની જુડવા બહેન ઈશાએ પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે સગાઈ કરી હોવાની માહિતી મળેલ છે.

મહાબળેશ્વર ખાતેના એક મંદિરમાં આનંદ પીરામલે ઈશાને પ્રપોઝ કર્યું. ઈશા અને આનંદ જુના મિત્રો છે અને 25 વર્ષીય આનંદ પોતે સફળ બિઝનેસમેન બનવા પાછળ મુકેશ અંબાણીને શ્રેય આપે છે.

આનંદ પીરામલ વિશ્વવિખ્યાત હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. ઈશાનો અભ્યાસ ચાલુ છે, જૂનમાં સ્ટેનફોર્ડ માંથી MBA પૂરું કરશે.

ઈશા અને આનંદ પીરામલના લગ્ન આકાશ અંબાણી અને શ્લોક મેહતા કરતા પહેલા થઈ શકે છે. બન્ને ઈશા અને આનંદએ સગાઈ કર્યા બાદ પરિવાર સાથે ઉજવણી પણ કરી હોવાનું જાણવાં મળ્યું છે.


Advertisement