અહો આશ્ચર્યમ !! બોરમાં પાણીને બદલે ગેસ નીકળે છે !

05 May 2018 09:27 PM
Rajkot India
  • અહો આશ્ચર્યમ !! બોરમાં પાણીને બદલે ગેસ નીકળે છે !
  • અહો આશ્ચર્યમ !! બોરમાં પાણીને બદલે ગેસ નીકળે છે !
  • અહો આશ્ચર્યમ !! બોરમાં પાણીને બદલે ગેસ નીકળે છે !
  • અહો આશ્ચર્યમ !! બોરમાં પાણીને બદલે ગેસ નીકળે છે !

મઘ્ય પ્રદેશના મડિયાદો વિસ્તારમાં એક પરિવાર ત્રણ વર્ષથી બોરવેલમાંથી નીકળતા ગેસમાંથી બનાવે છે રસોઈ !

Advertisement

મધ્ય પ્રદેશઃ એક તરફ જ્યાં સરકારે લોકોને રસોડાના ધૂમાડામાંથી છૂટકારો અપાવવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપી રહી છે જેથી મહિલાઓને લાડકા સળગાવીને રાંધવાથી છૂટકારો મળી શકે. તો બીજી તરફ મઘ્ય પ્રદેશના મડિયાદો વિસ્તારમાં એક પરિવાર પાછલા ત્રણ વર્ષથી બોરવેલમાંથી નીકળતા ગેસમાંથી ખાવાનું બનાવી રહ્યો છે. આ માટે તેમણે ગેસ સિલિન્ડર માટે પૈસા પણ ખર્ચ નથી કરવા પડતા.

ગામના દુર્ગા સિંહ લોધીએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ પહેલા તેણે પોતાના ખેતરમાં બોર કરાવ્યો હતો. શરૂઆતના કેટલાક દિવસોમાં તેમા વધારે પાણી નીકળ્યું, પરંતુ પછી અચાનક જ તેમાથી પાણી નીકળવાનું બંધ થઈ ગયું. એક દિવસ મોટો દીકરો બોર પાસે ગયો તો તેને વિચિત્ર અવાજ સંભળાયો. બોરમાં જોવાનો પ્રયાસ કર્યો તો તેમાં એલપીજીની જેમ ગંધ આવી રહી હતી.

આ બાદ નાના દીકરાએ પોતાની પ્રતિભાનો ઉપયોગ કરીને બોરના છીદ્રને બંધ કરી દીધું અને તેમાં એક પાતળી પાઈપ લગાવી દીધી. બોરથી લગભગ 15 ફૂટ દૂર તેની લાઈનને પહોંચાડવામાં આવી અને ત્યાં એક ચૂલો બનાવી દીધો. પાઈપ લાઈનમાં એક વાલ્વ લગાવી દીધો જેથી બોરથી નીકળતા ગેસને ચાલુ અને બંધ કરી શકાય. હવે આ પરિવાર ગેસ પર જ રાંધે છે.

દુર્ગા સિંહે જણાવ્યું કે આ વર્ષોમા તેમણે લાકડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. કારણ કે બોરમાંથી સતત ગેસ નીકળતો રહે છે અને જ્યારે તેમને જરૂરિયાત હોય છે તો તેને ચાલુ કરીને તેનો ઉપયોગ કરે છે. ગેસનો બગાડ ન થાય એટલા માટે પાઈપ લાઈન ચાલુ અને બંધ કરવા માટેની સિસ્ટમ પણ લગાવી દેવાઈ છે.


Advertisement