રિલાયન્સ જીઓ આપશે 1 TB ડેટા ફ્રી !!

05 May 2018 09:15 PM
Rajkot India
  • રિલાયન્સ જીઓ આપશે 1 TB ડેટા ફ્રી !!

Advertisement

મુકેશ અંબાણીની કંપની Jioએ ટેલીકોમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા પછી હવે પોતાના પગલાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની તરફ વધારી રહી છે. કંપની પોતાની જિયો ફાયબર સર્વિસ મારફતે બ્રોડબેન્ડ ઈન્ટરનેટની દુનિયામાં પોતાનો પગ જમાવવા માગે છે. કંપનીએ દેશના પસંદગીના બજારોમાં 1.1 TB ફ્રી ડેટા સાથે હાઈસ્પીડ ફાયબર ટૂ ધ હોમ (FTTH) બ્રોડબેન્ડ કનેક્શન આપવાનું શરુ કરી દીધું છે. આમાં ડેટાની સ્પીડ 100Mbps છે. કંપની આ સર્વિસની કમર્શિયલ ઓપનીંગ આ વર્ષના બીજા તબક્કામાં કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર શરૂઆતમાં FTTH પ્લાનમાં 100 Mbpsની સ્પીડ સાથે 100 GB ડેટા મળશે. આ ડેટા સમાપ્ત થશે તો ગ્રાહક એક મહિનામાં 25 વાર ફ્રીમાં 40 GB ડેટાનું રીચાર્જ કરાવી શકશે. એટલે ગ્રાહકને એક મહિનામાં કુલ 1,100 GB ડેટા ફ્રીમાં મળશે.

કંપની આ સર્વિસને હોમ યુઝ અને કમર્શિયલ યુઝ બંને માટે આપશે. આ ઉપરાંત ગ્રાહકોને કેબલ વિના ઘરના દરેક ખૂણામાં WiFi કવરેજ પહોંચાડવા માટે જિયો 'એક્સટેન્ડ'નો પણ વિકલ્પ આપશે. જિયો ફાયબર કનેક્શન પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોએ સિક્યોરીટી માટે 4,500 રૂપિયા આપવા પડશે. કંપની આની સાથે એક રાઉટર પણ આપશે જેને સેટ-ટોપ બોક્સના રૂપે પણ ઉપયોગમાં લઈ શકાશે જ્યારે કંપની ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) સર્વિસ લોન્ચ કરશે.

રિલાયન્સ જિયો પાસે દેશભરમાં 3 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિક ફાયબર નેટવર્ક છે. હાલમાં કંપની જિયો ફાયબરને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં ઉપલબ્ધ કરાવી રહી છે.Advertisement