ટવીટરની ઈન્ટરનલ સીસ્ટમમાં ગડબડી! યુઝર્સને પાસવર્ડ બદલવા તાકીદ કરાઈ

04 May 2018 02:45 PM
India Technology
  • ટવીટરની ઈન્ટરનલ સીસ્ટમમાં ગડબડી! યુઝર્સને પાસવર્ડ બદલવા તાકીદ કરાઈ

કંપનીએ જો કે ફોડ ન પાડયો પણ માફી માંગી લીધી

Advertisement

નવી દિલ્હી: સોશ્યલ મીડીયા મીની બ્લોગ ટવીટર એ તેના તમામ 33.60 કરોડ યુઝર્સને તાત્કાલીક પાસવર્ડ બદલવા જણાવ્યું છે. ટવીટરના યુઝર્સના પાસવર્ડ મેનેજ કરતી ઈન્ટરનલ સીસ્ટમમાં કોઈ ક્ષતિ જાહેર થઈ છે. જો કે ડેટા લીક કે ડેટાનો ખોટો ઉપયોગ કરવાનો કોઈ સંકેત જ નથી પણ ફકત તકેદારીના ભાગરૂપે જ યુઝર્સને પાસવર્ડ બદલવાની સલાહ આપવામાં આવી છે. ટવીટરે જો કે શું થયું છે કે ક્ષતિ શું છે તે અંગે કોઈ ફાડ પાડયો નથી પણ એટલું જણાવ્યું છે કે જે કંઈ થયું છે તે બદલ અમો માફી માંગીએ છીએ. તમોએ અમારા પર જે ભરોસો કર્યા છે એ કાયમ રાખવા અમો કૃત્ય નિશ્ર્ચયી છીએ અને અમો ડેટા સુરક્ષા અંગે પુરી રીતે સક્ષમ છીએ. સામાન્ય રીતે યુઝર્સનો યુનિક પાસવર્ડ ધરાવતી કંપનીએ આ પાસવર્ડ એક એવા ફોર્મેટમાં રાખે છે. જે સાઈકોનાઈડસડ એટલે કે વાંચી ન શકાય તેવી ભાષામાં હોય છે અને તે ફકત યુઝર્સ જ તેનો પાસવર્ડ એન્ટ્રી કરે તેની સાથે મેચીંગ કરે છે જેનેહેથિંક કહેવાય છે. હાલમાં જ ફેસબુક ડેટા લીકેજ બાદ સોશ્યલ સાઈટસ પર આ પ્રકારનો ખતરો વધ્યો છે.


Advertisement