સ્માર્ટ ફોન નવા ટીવી અને ડીજીટલ વિડીયોનો નવો યુગ

02 May 2018 03:49 PM
India Technology
  • સ્માર્ટ ફોન નવા ટીવી અને  ડીજીટલ વિડીયોનો નવો યુગ

રિમોટ માટેની ખેંચાખેંચી ભૂતકાળની વાત બનવાની છે. હવે પરિવારના દરેક સભ્ય પાસે પોતાની સ્ક્રિન છે. ડીજીટલ ક્રાંતિ આકાર લઈ રહી છે ત્યારે દર્શકો અને વિજ્ઞાપનકારો ઓવર ધ ટોપ (ઓટીટી) સમક્ષ નવી બારી ખુલ્લી રહી છે.

Advertisement

ભારત પરંપરાગત રીતે સિંગલ ટીવી હાઉસહોલ્ડ રહ્યું છે. પોતાની મનપસંદ ફીલ્મો અથવા શો જોવા પરિવાર દરરોજ એક જ ટીવી સામે બેસી જાય છે. સ્થાનિક રેસ્ટોરન્ટમાં ડિનરના ખર્ચથી પણ ઓછી રકમમાં ચોવીસેય કલાકને લખેલ દિવસ જયારે 500થી વધુ ચેનલો હોય ત્યારે દર્શકોનું ધ્યાન ખેંચવું મુશ્કેલ બની જાય છે. બીજી મુશ્કેલી એ છે કે પરિવારના અન્ય સભ્ય પોતાનો પ્રિય શો જોવાનું ચૂકી જાય છે. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે ગૃહિણીઓ સાસ-વહુની સિરીયલ નહીં જોઈ શકવાનો કકળાટ કરતી હોય છે, કેમકે આજે પણ પરિવારોમાં પુરુષોનું અને પુરુષોની પસંદનું વર્ચસ્વ છે.
પરંતુ, હવે રિમોટ માટેની લડાઈ ટુંકમાં ભૂતકાળની વાત બની જશે. હવે પરિવારના દરેક પાસે સ્માર્ટફોનના કારણે પોતાનો પર્સનલ સ્ક્રીન છે. હાલના અને નવા ટેલીફોન પ્લેયર્સ વચ્ચે હરીફાઈથી ડીજીટલ ક્રાંતિ થઈ છે. એ કારણે ગત વર્ષે ડેટા-પ્રાઈસમાં 90%થી વધુ ઘટાડો થયો એમાં નવાઈ નથી. બેન્ડવિથ વપરાશ 4 ગણો વધ્યો છે. આ કારણે ઓવર-ધ-ટોપ પ્લેયર્સ ફુટી નીકળ્યા છે અને છેલ્લી ગણતરી મુજબ આવા 30 સર્વિસ પ્રોવાઈડર છે.
ડેન્ટસુ એજીસ નેટવર્કના સાઉથ એશિયા સીઈઓ આશિષ ભાલિન કહે છે કે બેન્ડવિથ વધી રહેવા સાથે અને ડેટા સ્માર્ટફોનના ભાવ ઘટતા ડીજીટલને વેગ મળી રહ્યો છે. એના પરિણામે ડીજીટલ પર વિડીયોનો વપરાશ વધ્યો છે. ગ્રાહકો માટે હવે સ્ક્રીન મહત્વના નથી. સ્ક્રીનની વિના અવરોધે, મુશ્કેલીઓ અદલાબદલી થાય એ બિંદુથી આપણે માત્ર 18-24 મહિના દૂર છીએ.
ડીજીટલ એડવર્ટાઈઝીંગ બાબતે ડેન્તસુ એજીસ નેટવર્કના તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં 35-40 કરોડઠ ઈન્ટરનેટ યુઝર છે. વર્ષ 2020 સુધીમાં આ આંકડો 50 કરોડનો થઈ જશે.. એમાંના મોટાભાગના મોબાઈલ ફર્સ્ટ હશે અને મોબાઈલ ઓન્લી યુઝર્સ હશે. હવેના પાંચ વર્ષ પછી 2022-23ની આજુબાજુ ટીવી અને ડીજીટલનો વ્યાપ લગભગ સરખો હશે, એ વખતે પહોંચ અને ફ્રિકવન્સીનું મહત્વ જોવાશે અને એફએમસીજી તથા અન્ય કંપનીઓ માધ્યમને જુદી રીતે જોતા હશે.
મીડીયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની જાણકારી ધરાવતા નિષ્ણાંતો કહે છે કે ડીજીટલ વિડીયો મેઈનસ્ટ્રીમ બની રહ્યો છે. એ સ્તરે વર્તણુંકમાં પાયાનો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક, સિંગલ ટીવી બજારમાં મોબાઈલ નવું ટીવી છે. બીજું, દર્શક એક વખત સ્ટ્રીમીંગની સગવડતા સુવિધા માણવા લાગે ત્યારે ટીવી જેવા સીનીયર પ્લેટફોર્મ તરફ એ પાછો નહીં જાય.
આવી રહેલી ડિજીટલ ક્રાંતિને ધ્યાનમાં રાખી વિજ્ઞાપનકારો પણ ટાર્ગેટ ઓડીયન્સ સુધી પહોંચવા તેમને મીડીયા પ્લાનમાં ફેરફાર કરી રહ્યા છે.તેમને ડીજીટલમાં એક નવું માધ્યમ મળ્યું છે. અન્ય કોઈપણ માધ્યમ કરતા એ ગેપથી વધી રહ્યું છે. પાંચ વર્ષમાં ટેલીવીઝન જેટલો જ એનો હિસ્સો હશે. સવાલ એ છે કે ડિજીટલ માર્કેટ વિજ્ઞાપનકારોના રોકાણનું માપી શકાય તેવું વળતર આપવા જેટલું પુખ્ત હશે કે કેમ.
આઈડીએફસી ખાતે રિસર્ચના સિનીયર વાઈસ પ્રેસીડેન્ટ રોહીત ડોકાણીયા કહે છે કે આગામી 3 વર્ષનાં ટીવી અને ડિજીટલ વિડીયો એક સાથે સારી રીતે વૃદ્ધિ પામે તેવું અમે માનીએ છીએ. અમારા અંદાજ મુજબ ડીજીટલ વિડીયો કુલ વિડીયો એડવર્ટાઈઝીંગ (ટીવી ઉપરાંત ડિજીટલ વિડીયો)માં 8% હશે, ભારતમાં 2017ના અંતે ડિજીટલ વિડીયો એડવર્ટાઈઝીંગમાં 35% વૃદ્ધિ દર સાથે ત્રણ વર્ષમાં વિડીયો એડવર્ટાઈઝીંગ પર વધી રહેલા ખર્ચનો 25% હિસ્સો વપરાશે.
આવી વિશાળ તક જોઈ મોટાભાગના ટીવી નેટવર્કોએ પોતાની ઓટીટી સર્વિસમાં રોકાણ કરવાની શરૂઆત કરી દીધી છે. એમાં સ્ટાર ઈન્ડીયાના હોટસ્ટાર, વાયકોમ 18ના બૂટ, સોની પિકચર્સ નેટવર્કસ ઈન્ડીયાના સોની લિવ, ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝના સી5 અને સનટીવી નેટવર્કના સન નેકસ્ટનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ નેટફલીકસ, એમેઝોન પ્રાઈમ વિડીયો પણ ભારતમાં આવી ચૂકયા છે. એ કારણે ઈરોલ ઈન્ટરનેશનલ, બાલાજી ટેલીફીલ્મ્સ અને ધ વાઈરલ ફીવર જેવી સ્થાનિક ક્ધટેન્ટ કંપનીઓ પણ તેમની પોતાની એપ્સ લોંચ કરવા પ્રેરાઈ છે અને એ કારણે જીયો ટીવી, એરટેલ ટીવી, વોડાફોન પ્લેનો ઉદય થયો છે.
આ કારણે ઓટીટી સ્પેસ અત્યંત સ્પર્ધાત્મક બની છે. દર્શકો મેળવવા નવોદીત ખેલાડીઓ આકરી સ્પર્ધા કરી રહ્યા છે, ત્યારે લાંબા સમયથી પ્રસ્થાપિત યુટયુબ અને એમએકસ પ્લેયર જેવા પ્લેયર્સ ડેઈલી યુઝર્સની દ્રષ્ટીએ ઘણા આગળ રહ્યા છે. ઉદાહરણ તરીકે હોટસ્ટાર, ઝી5 અને સોનીનો સંયુક્ત વોચટાઈમ જાન્યુઆરીમાં 13 અબજ મીનીટ હતો. જયારે એકલા યુટયુબનો 164 અબજ મીનીટ હતો.
નિષ્ણાંતો કહે છે કે વિજ્ઞાપનકારો માટે મોટો પડકાર બહોળો પ્રચાર ધરાવતા નોન-પ્રીમીયમ વિડીયો તથા નૂતન ઓટીટી સેવા સાથે મર્યાદીત પહોંચ સાથેના પ્રીમીયમ વિડીયો વચ્ચે પસંદગીનો છે. કેટલાક દલીલ કરે છે કે બ્રાન્ડ ગ્રાહક સુધી પહોંચવી જોઈએ, એ માટે વિજ્ઞાપન માધ્યમની પસંદગી મહત્વની નથી.
યુટયુબ જેટ એગ્રીગેટર પ્લેટકોર્મસની પહોંચ બાબતે ઓટીટી કંપનીના એક ટોચના એકઝીકયુટીવ જુદો મત ધરાવે છે. તે કહે છે. એગ્રીગેટર્સ પાસે પોતાનું ક્ધટેન્ટ નથી.
વિજ્ઞાપનકારો પહોંચ બાબતે સજાગ હોય છે અને ટીવી તથા ડીજીટલ વિજ્ઞાપન પર પૈસો વાપરવાનો તેમને અર્થપૂર્ણ તરીકે લાગે છે. યુટયુબ કિસ્સામાં એક એડવર્ટાઈઝર પહોંચ અથવા વીતાવવામાં આવેલ સમયનો ઉપયોગ કરી ન શકે, કેમકે એમ કરવા માટે તેણે વાંછિત વ્યુઅરશીપ મેળવવા અગણીત ઈનશર્સન ખરીદવા પડે. જયાં સુધી મોટું પ્રોડકટ પરિવર્તન ન આવે ત્યાં સુધી એમાં વધુ સ્કોપ નથી.
નિષ્ણાંતો કહે છે કે ડીજીટલ વિડીયો એડવર્ટાઈઝીંગ હજુ શરુ થયું છે, અને એમાં ભરતી આવશે ત્યારે બધાં જહાજ (કંપનીઓ) ઉંચકાઈ જશે. માર્કેટ વૃદ્ધિ પામવા સાથે પુખ્ત થશે તેમ વિજ્ઞાપનકારો વધુ સિલેકટીવ થશે. રોકાણ પર વધુ વળતર મળે તેવા માધ્યમની એ પસંદગી કરશે.
આખરે તો મીડીયાની ખરીદી પહોંચ અને ધ્યાનનું મિશ્રણ છે. યુટયુબ ભારે પહોંચ ધરાવે છે પણ એનું ક્ધટેન્ટ જુદુ જુદુ છે અને એથી ઓછું એટેન્શન આકર્ષે છે.
હાલમાં, વિજ્ઞાપનકારો પહોંચ વ્યાપ જોઈ રહ્યા છે. પરંતુ, આખરે પસંદગીના માપદંડ ક્ધટેન્ટ, ટાઈમ સ્પેન્ટ અને બ્રાન્ડ સેફટી બનશે, કોઈ બ્રાન્ડ પોતાને ખોટા-અયોગ્ય પ્રકારના ક્ધટેન્ટ નજીક પોતાના વિજ્ઞાપનો હોય એમ ઈચ્છશે નહીં. કલાયન્ટને લાગેવળગે છે ત્યાં સુધી તે પોતાના રોકાણનું વળતર મેળવવા પર નજર રાખશે.


Advertisement