અનામતનો મુદ્દો કોઈ કાળે નહીં છોડું: હાર્દિક પટેલ

30 April 2018 08:14 PM
Rajkot Gujarat Politics
  • અનામતનો મુદ્દો કોઈ કાળે નહીં છોડું: હાર્દિક પટેલ
  • અનામતનો મુદ્દો કોઈ કાળે નહીં છોડું: હાર્દિક પટેલ
  • અનામતનો મુદ્દો કોઈ કાળે નહીં છોડું: હાર્દિક પટેલ

સરકાર જેલમાં નાંખશે તો પણ હિંમત નહીં હારું : હાર્દિક

Advertisement

પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલ સુરતમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે. સુરતના વરાછા, કતારગામ, યોગી ચોક, કાપોદ્રા અને અમરોલીમાં સમાજના વિવિધ આગેવાનો અને યુવાનોને મળી હાર્દિક અનામતની લડતને હવે શેરીએ-શેરીએ લઈ જઈ રહ્યો છે ત્યારે સુરતના લોકોએ પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલને સાથ આપવાના કોલ કર્યા હતા.

હાર્દિકે જનસંપર્ક અંગે લખ્યું કે સુરતમાં આખો દિવસ અલગ-અલગ સોસાયટીઓમાં અનામત બાબતે જનસંપર્ક કર્યો. અંદાજે 500 પરિવારો અને મિત્રો સાથે અનામત અંગે રૂબરૂ ચર્ચા કરી સલાહ-સૂચનોની આપલે કરવામાં આવી. જેટલા લોકોને મળવાનું એ તમામ લોકો અનામત અંગે લડાઈમાં સાથ આપવા આતૂર છે. લોકોને વિશ્વાસ છે હવે અનામત લઈને ઝંપીશું અને આ વિશ્વાસ જરાય ભાંગવા દેવો નથી.

હાર્દિકે સૌરાષ્ટ્રની કહેવત પણ ટાંકી કે “ કોની હાંકે મડદાં ઉઠ્યા,કાયર કેસરી થઇ તાડુક્યા;કોની રાડે કપટી જુઠ્ઠા,જાલીમોના ગાત્ર વછૂટ્યા.” અનામત અંગે લોકોમાં ભારોભાર માંગણીની પોકાર છે. હવે મને સરકાર જેલમાં નાંખશે તો પણ અનામતનો મુદ્દો છોડવાનો નથી.


Advertisement