મકકા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ નિર્દોષ

16 April 2018 05:19 PM
India
  • મકકા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ નિર્દોષ

ખાસ સ્થપાયેલી એનઆઈએ કોર્ટનો પ્રથમ ચુકાદો: 2007નાં મે માસમાં હૈદરાબાદની જાણીતી મકકા મસ્જીદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો: નવના મોત અને અનેકને ઈજાના કેસમાં પુરાવા ન મળ્યા: બે આરોપી ભાગેડુ જાહેર: એકની હત્યા થઈ હતીયુપીએ સરકાર સમયમાં હિન્દુ ત્રાસવાદના ચગાવાયેલા વિવાદમાં કાનુની સાબીતી નહી

Advertisement

નવી દિલ્હી તા.16
2007નાં મકકા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં આજે ખાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી કોચે સ્વામી અસીમાનંદ સહિત તમામનો નિર્દોષ છુટકારો કર્યો છે. 18 મે 2007ના રોજ હૈદરાબાદમાં ઐતિહાસિક મકકા મસ્જીદમાં શુક્રવારે નમાજ દરમ્યાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 58 ઘવાયા હતા. પ્રારંભમાં આ કેસ સ્થાનિક પોલીસ તથા બાદમાં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને અંતે 2011માં નવી રચાયેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને આ કેસ સોંપાયો હતો જેમાં આરએસએસ અને સંઘ સાથે જોડાયેલા 10 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે ચાર્જશીટના સમયે સ્વામી અસીમાનંદ ઉર્ફે નાબાકુમાર સરકાર દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, ભરત મોહનલાલ ઉર્ફે ભરતભાઈ તથા રાજેન્દ્ર ચૌધરી સામે ટ્રાયલ દાખલ કરવામાં આવી હતી અને બે આરોપી સંદીપ ડાંગે તથા રામચંદ્ર કલસાગરા ભાગેડુ જાહેર થયા હતા જયારે એક આરોપી સુનીલ જોશીની હત્યા થઈ હતી. કુલ આ કેસમાં 225 સાક્ષીઓ તપાસાયા હતા. યુપીએ સરકાર સમયે આ બોમ્બ બ્લાસ્ટને હિન્દુ ત્રાસવાદ તરીકે ચગાવવામાં આવ્યો હતો અને સંઘ તથા આરએસએસ ત્રાસવાદ ફેલાવતા હોવાનો આરોપ મુકાયો હતો અને તેના પગલે ભારે વિવાદ છેડાયો હતો. આ કેસમાં સ્વામી અસીમાનંદ અને ભરત રાતેશ્ર્વર ને જામીન મળ્યા હતા. જયારે અન્ય આરોપીઓ જેલમાં હતા. 2017માં માર્ચ માસમાં અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં રાજસ્થાનની કોર્ટે દેવેન્દ્ર ગુપ્તાને સજા ફટકારી છે. જેની સામે અપીલ ચાલે છે.


Advertisement