લોકસભા-રાજયસભાની ફિકસ ટર્મ રાખવા નીતિ આયોગની કેન્દ્રને ભલામણ

16 April 2018 04:59 PM
India
  • લોકસભા-રાજયસભાની ફિકસ ટર્મ રાખવા નીતિ આયોગની કેન્દ્રને ભલામણ

તોજ એક જ સમયે ચૂંટણી શકય

Advertisement

નવી દિલ્હી: દેશમાં લોકસભા-ધારાસભાની ચૂંટણી એક જ સાથે કરાવવા પર આગળ વધી રહેલી મોદી સરકાર માટે નીતિ આયોગે સરળતા કરી છે. આયોગે લોકસભા-ધારાસભાઓ માટે ફિકસ ટર્મની ભલામણ કરી છે. જેથી એક વખત દેશભરમાં ચૂંટણી શેડયુલ ગોઠવાયા બાદ ફરી તે વિખાઈ જાય નહી. આ બન્ને ગૃહોની પાંચ વર્ષની ટર્મ કરવાથી મધ્યસત્ર ચૂંટણી યોજવાની નોબત આવશે નહી. બ્રિટનમાં 2011થી સંસદની ટર્મ ફીકસ છે અને તેથીજ હાલની થેરેસા એ સરકાર લઘુમતીમાં હોવા છતાં તે શાસન કરી રહી છે. હાલની સ્થિતિમાં લોકસભા કે ધારાસભામાંથી ફીકસ ટર્મ શકય નથી. બંધારણમાં પણ આ રીતે ફીકસ ટર્મની કોઈ જોગવાઈ નથી પણ જો લોકસભા રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવી હોય તો આ પ્રકારે ફીકસ ટર્મ જરૂરી છે. જો કે આ માટે પ્રશ્ર્નોના જવાબ આપવાના રહેશે. જો મોરચા સરકાર કે એક પક્ષની સરકાર બહુમતી ગુમાવે તો શું! આ સ્થિતિમાં જે સરકાર હોય તેણે વિશ્ર્વાસખત લેવો જરૂરી બનતી જે પક્ષ સૌથી વધુ મતો મેળવે તેને શાસન સોંપ્યું. નિતી આયોગે લોકસભાની નિશ્ર્ચિત ટર્મ દર પાંચ વર્ષથી અને તે પ્રથમ જુનના પ્રથમ સોમવારથી શરૂ થાય તેવી ભલામણ કરી આપ્યુ. લોકસભાની ટર્મ 3 જુને પુરી થાય છે.


Advertisement