અયોધ્યાનું રામમંદિર દેશના મુસ્લીમો નહી વિદેશી શાસકોને તોડયું હતું: મોહન ભાગવત

16 April 2018 04:56 PM
India
  • અયોધ્યાનું રામમંદિર દેશના મુસ્લીમો નહી વિદેશી શાસકોને તોડયું હતું: મોહન ભાગવત

રામમંદિર પુન:નિર્માણ જરૂરી: દેશની સાંસ્કૃતિક ઓળખ છ જાતિવાદી હિંસા માટે વિપક્ષો દોષીત છે

Advertisement

મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના વડા મોહન ભાગવતે રામમંદિર વિવાદને નવો વળાંક આપતા કહ્યું કે અયોધ્યામાં જે રામમંદિર હતું તે ભારતના મુસ્લીમોએ નહી પણ વિદેશી શાસકોએ તોડયું હતું. વિદેશી શાસકો હંમેશા ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતા હતા અને તેનાથી જ આ દુષ્કૃત્ય કર્યુ હતું. શ્રી ભાગવતે કહ્યું કે તે સમયે ભારત ગુલામી જેવી સ્થિતિમાં હતું પણ આજે આપણે આઝાદ થયા છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ એ આપણો અધિકાર છે. તે આપણી સંસ્કૃતિ સાથે આપણી ઓળખની અને આપણા મૂળ સાથે જોડાયેલી બાબત છે તે ફકત રામમંદિર નહી હોય પણ આપણી ઓળખની નિશાની હશે. જો રામમંદિર નહી બને તો આપણી મૂળ સંસ્કૃતિથી આપણે અલગ થઈ જશું. શ્રી ભાગવતે કહ્યું કે જો કે હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે આપણે ચુકાદાની રાહ જોવી પડશે.
તમામે જાતિના નામે હિંસા પર પ્રતિભાવ આપતા શ્રી ભાગવતે કહ્યું કે આ માટે વિપક્ષો જવાબદાર છે. તેમની રાજકારણની દુકાનો બંધ થઈ ગઈ છે તેથી હવે લોકોને જાતિ-જ્ઞાતિના નામે લડાવે છે. જે દેશ અને સમાજના હિતમાં નથી. આવા રાજકીય ધ્યેયથી બધાએ સાવધ રહેવું જરૂરી છે.


Advertisement