હરસ, મસા, ભગંદર, મળમાર્ગ તથા પાચન તંત્રના રોગોના વિનામુલ્યે કેમ્પ

16 April 2018 04:33 PM
Jamnagar
Advertisement

જામનગર તા.16
રંગુનવાલા ટ્રસ્ટની એક યાદી જણાવે છે કે બુધવાર તા.18-4-2018ના સવારે 10-30 થી 1-00 વાગ્યા સુધી કાલાવડ નાકા પાસે આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં હરસ, મસા, ભખંદર મળ માર્ગ તથા પાચનતંત્રના રોગોનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં મળમાર્ગમાં દુ:ખાવો, બળતરા થવી, લોહી પડવુ, રસી આવવી પાક કે ગુમડા થવા/ ગુદાનો ભાગ ફુલીને બહાર આવવો/ પાચન શકિત નળબી હોવી/ ભુખ ન લાગવી પેટમાં વારંવાર વીટ આવવી/ કબજીયાત કે ગેસની તકલીફ હોય તેવા રોગોનો નિષ્ણાંત ડો. હિતેષ પાથર દ્વારા સચોટ નિદાન કરી યોગ્ય દવા આપવામાં આવશે તો આ વિના મુખ્યે કેમ્પનો સર્વે જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવા રંગુનવાલા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.


Advertisement