ઓખા-રામેશ્ર્વર ટ્રેન કાલથી ભાટીયા સ્ટેશને પણ ઊભી રહેશે

16 April 2018 04:33 PM
Jamnagar

ખંભાળિયા સ્ટેશને ફૂટ ઓવર બ્રીજ અને લીફટનું ભૂમિપૂજન કરશે સાંસદ

Advertisement

જામનગર તા. 16 :
રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નં. 16734-16733 ઓખા-રામેશ્ર્વર-ઓખા એકસપ્રેસને તા. 17 એપ્રિલ, 2018 થી રાજકોટ મંડળના ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેનો વિધિવત શુભારંભ ભાટિયા સ્ટેશન પર 17-4-18 (મંગળવારે) સવારે 8-30 કલાકે આયોજીત સમારંભમાં સાંસદ શ્રીમતી પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે. 17 એપ્રિલથી 16734 ઓખા-રામેશ્ર્વર એકસપ્રેસ ભાટીયા સ્ટેશન પર સવારે 8-50 કલાકે પહોંચીને 8-52 કલાકે રામેશ્ર્વર માટે પ્રસ્થાન કરશે પરતમાં 16733 રામેશ્ર્વર-ઓખા એકસપ્રેસ 23 એપ્રિલથી ભાટીયા સ્ટેશન પર થોભશે.
સાથે જ તા. 17 એપ્રિલ-2018 (મંગળવારે) સવારે 10-30 કલાકે ખંભાળિયા સ્ટેશન પર આયોજીત સમારંભમાં પ્રસ્તાવિત નવા ફુટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મ નં.1 પર પ્રવાસી લીફટનું ભુમિ પુજન સાંસદ શ્રીમતી પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં.1 પર નવસ્થાપિત કોચ ઇંડિકટર પ્રણાલી તથા આરઓ વોટર પ્લાન્ટ તથા પ્લેટફોર્મ નં.2 પર કવર શેડ તથા બેન્ચોનું લોકાર્પણ પણ સાંસદ શ્રીમતી માડમ દ્વારા કરવામાં આવશે.
આ સમારંભમાં વિશિષ્ટ અતિથિગણ, પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકોટ મંડળના અપર મંડલ રેલ પ્રબંધક (એડીઆરએમ) શ્રી એસ.એસ.યાદવ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીગણ પણ હાજર રહેશે.


Advertisement