મેચ જીત્યા... અભિનંદન હવે લોકોના દિલ જીતો

16 April 2018 04:32 PM
Jamnagar
Advertisement

સમગ્ર રાજ્યમાં મહાનગરકપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે પરસ્પર ભાતૃત્વ ભાવના કેળવાય અને એકબીજાથી પરિચિત થાય તેવા હેતુસર મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ અને કમિશ્ર્નર ઇલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનો જન્મ થયો અને આ ટુર્નામેન્ટ કોઇ એક જગ્યાએ નહીં પણ..., અલગ-અલગ મહાનગરોમાં રમાડવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું હતું.
વર્ષ 2018 ના મેયરકચપનું યજમાનપદ ક્રિકેટના કાશી ગણાતા જામનગરના ફાળે આવ્યું. જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ના હોય એક સમયે યજમાનપદની ના પાડવાનો સમય આવી ગયો હતો, નગરની આજુબાજુની મહાકાય કંપનીઓ અને અન્ય સ્થાનિક સ્પોનસર પાસે હાથ લંબાવી છેટવે ટુર્નામેન્ટ યોજવાનું ફાઇનલ થયું હતું.
આયોજક સમિતિના સદ્દસ્યોએ જાણે તેના ઘરનો પ્રસંગ હોય તેમ એક-એક વસ્તુમાં ઝીણુંકાતી બાર્ગેનીંગ દ્વારા ઓછા ખર્ચે વધુ સારી ટુર્નામેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો જે કારણોસર જામનગર ક્રિકેટ પ્રેમીઓએ પ્રથમ વખત 8 કેમેરાઓ દ્વારા એલ.ઇ.ડી. સ્ક્રીન પર લાઇવ મેચ તેમજ હજારો ક્રિકેટ પ્રેમીઓએ ઘેર બેઠા ટી.વી.માં સમગ્ર ટુર્નામેન્ટ લાઇવ નીહાળી હતી. તેમજ વીડીયો શુટના માધ્યમથી થર્ડ એમ્પાયરનો પ્રયોગ પણ સફળ રહ્યો હતો.
સિક્કાની બે બાજુઓ હોય છે તેમ ટુર્નામેન્ટ ટીક્કાકારોનો ભોગ પણ બની આયોજકોએ માત્ર પોતાના માટે ખર્ચા કર્યો...! સ્થાનિક યુવા ક્રિકેટરો નું શું ...? લોકોની હાજરી ઓછી...! વિગેરે વિગેરે એક હજુ જે રહી ગયું છે તે કામ આર.ટી.આઇ. એકટીવીસ્ટો પુરૂ કરશે કે એક બોલ કેટલાનો હતો...? બુટ કેટલા ના હતાં...? જમવાનો ખર્ચ શું થયો ? વિગેરે વિગેરે પણ... રાત ગઇ બાત ગઇ. હવે તેનો કોઇ ખાસ અર્થ રહેતો નથી માત્ર મેચ રમનારાઓ જનપ્રતિનિધિ હતા એટલા માટે તેમની સામે આ સવાલો થાય છે જયારે આ પ્રકારની ટુર્નામેન્ટ ડોકટર્સ, વકીલ, ચાર્ટર એકાઉન્ટન અને ખુદ મીડીયાકર્મીઓ પણ રાજ્યના અનેક શહેરોમાં યોજે છે અને રમે પણ છે.
‘સાંજ સમાચાર’ આજે આ ટુર્નામેન્ટને એક અલગ બાજુથી રજુ કરે છે જામનગર મેયર કપમાં ખેલાડીઓ પૈકી શાસક જુથ અને વિપક્ષના સરખા ભાગના ખેલાડીઓ (નગરસેવકો) હતા જે વિરોધપક્ષ અને શાસકો જનરલ બોર્ડમાં છુલ્લક પ્રશ્ર્નોને લઇને કલાકોની કલાકો બરાડાઓ પાડતા થાકતા નથી માત્ર એકબીજાનો ઇગો સંતોષવા લોકોની પ્રાથમિક જરૂરીયાતો ને અભેરાઇએ ચડાવી દેતા અને પ્રજાના પ્રશ્ર્નો વીસરી જતા આ નગરસેવકોની એકતા એ સમગ રાજયની મહાનગરપાલિકાઓમાં જામનગરને સર્વોચ્ચ શીખર પર બેસાડી દીધું.
મેયર કપની ફાઇનલમાં શાસક જુથના નેતા ધર્મરાજસિંહ જાડેજા બોલીંગ કરે અને વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દોડી ફિલ્ડીંગ કરી રન બચાવે અને સામેની ટીમને રન કરતા રોકી રાખે, બેટીંગ સમયે આનંદ રાઠોડ અને મેરામણ ભાટુ બોલેરોને કઇ રીતે ઝુડી નાખવા તેની પીચ પર રણનિતિ ઘડે...!! (જે કાયમ જનલર બોર્ડમાં સામ-સામે ઝગડતા હોય) આ દૃશ્યો જોઇ જરૂર એક સવાલ થાય કે આજ ભાતૃત્વ ભાવના આજ પ્રેમ જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્ન સમયે જોવા મળે તો...
રોડ-રસ્તા, ગંદકી, નિયમિત પાણી, બંધ સ્ટ્રીટ લાઇન, વધુ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નગરસીમ વિસ્તારના વિકાસ અને ભુગર્ભ ગટર યોજના જેવા અનેક વિધ બોલ રૂપી પ્રશ્ર્નો છે. જે ને આ ખેલાડી રૂપી નગર સેવકો વાઇડ સમજી હાંસિયા બહાર ધકેલી દે છે ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે જે રીતે છેલ્લા બોલે જીત માટે જરૂરી ચાર રન માટે વિરોધપક્ષના આનંદ રાઠોડ મેયર ઇલેવનની વહારે હનુમાન બની આવ્યા અને ચોકો ફટકારી ફાઇનલ જીતાડી આપ્યો તે જ રીતે શહેરના વિકાસમાં પ્રજાના પ્રશ્ર્નોમાં પણ આ નેતાઓ એકતા જાળવી આગળ આવે તો નગર ફરી ખરા અર્થમાં પેરીસ બની જાય. શું નગરસેવકો લોકોના દીલ જીતશો... ? કે પછી રાત ગઇ બાત ગઇ...!!


Advertisement