સુરેન્દ્રનગર જિલ્લાના 25,047 બાળકોને પાંડુરોગ

16 April 2018 04:14 PM
Surendaranagar

તપાસણીમાં 60,941 બાળકોને સ્થળ પર સારવાર: 118 હદયરોગ; 32ને કીડની અને 8 બાળકોને કેન્સરની બીમારી

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.16
સુરેન્દ્રનગરની 2740 સંસ્થામાં બાળકોના આરોગ્યની તપાસણી શાળા આરોગ્ય તપાસ હેઠળ કરાઈ હતી. જેમાં કાર્યક્રમ અગાઉ નોંધાયેલા 4,14,141 બાળકોની તપાસ કરાઈ હતી. આ તપાસણી દરમિયાન 60,941 બાળકોને સ્થળ પર સારવાર અપાઈ હતી. જેમાં 118 બાળકોને હદયરોગ, 32ને કીડની અને 8 બાળકોનો કેન્સર જેવી ગંભીર બીમારી ધ્યાને આવી હતી. જયારે 25,047 બાળકોને પાંડુરોગ ધ્યાને આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આંગણવાડી આશ્રમ શાળાઓ કસ્તુરબા આશ્રમ ચીલ્ડ્રન હોમ મળી 2740 સંસ્થાઓમાં શાળા આરોગ્ય તપાસણી હેઠળ આરોગ્ય વિભાગને 4,14,141 બાળકોની તપાસણી કરવાનો લક્ષ્યાંક હતો જેમાં કાર્યક્રમ શરૂ થયા બાદ પણ જન્મ થયેલા બાળકોને આવરી લઈને કુલ 4,15,185 બાળકોની તપાસ કરાઈ હતી જેમાં 60,941 બાળકોને સ્થળ પર જ સારવાર અપાઈ હતી. શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન 857 બાળકોને બાળરોગ નિષ્ણાંત 2141 બાળકોને આંખ રોગ, 1044 બાળકોને દાંત રોગ, 356 બાળકોને ચામડીના રોગના નિષ્ણાંત અને 331 બાળકોને કાન નાક ગળાના નિષ્ણાંત દ્વારા સારવાર અપાઈ હતી જયારે ગંભીર પ્રકારની જણાવી શકાય તેવી હદયરોગની બીમારી 118 બાળકોને કિડનીની બીમારી, 32 બાળકોને તથા કેન્સર જેવી જીવલેણ બીમારી 8 બાળકોને હોવાનુ ખુલ્યુ હતું. આ ઉપરાંત લોહીના ટકા ઓછા હોય તેવા પાંડુરોગ 25,047 બાળકોને ધ્યાને આવ્યો હતો.
સામાન્ય રીતે 100ની સામે 40 બાળકોનો લોહીની ઉણપ હોય છે. રાજય સરકારના ચાલતા મીશન શકિત પ્રોગ્રામ હેઠળ પાંડુરોગના બાળકોની ખાસ સારવાર કરાય છે. જેમાં દર બુધવારે તેમને શકિતની ટેબલેટ આપવામાં આવે છે.
પાંડુરોગના લક્ષણો: પાંડુરોગમાં બાળક દેખાવે જે નિસ્તેજ હોય છે. બાળકના નખ સફેદ આંખ ફીકકી દેખાય છે. બાળકને કંટાળો અને તેનામાં સ્ફુર્તિની કમી દેખાય છે.
રોગનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા
પાંડુરોગ- 25,047, કૃમિ- 16,898, દાંતની ખામી 3449, કાન નાક ગળાની તકલીફ 1967, પેટની તકલીફ 1276, શરીર સ્થુળતા 125, માનસીક તનાવ 31, જાતીય રોગ-41, શ્ર્વાસન તંત્રની ખામી-2703, ચેતાતંત્રની ખામી -40, અસ્થાના રોગ 25, વિકલાંગતા 141, હદયનારોગ 118, કિડની 32, કેન્સર 8,
લૂંટ
ધ્રાંગધ્રા હળવદ રોડ પર દેવચરાડીમાં રહેતા પ્રેમજીભાઈ પરમાર પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે સોલડી પાસેના પુલ પાસે લઘુશંકા કરવા માટે ઉભા રહ્યા હતા. આ સમયે નવઘણભાઈ ભરવાડ અને અન્ય બે શખ્સોએ પ્રેમજીભાઈ સાથે બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો. અને મારમારી મોબાઈલ અને રૂપિયા 700ની લુંટ કરી જ્ઞાતી અંગે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી એસ.ટી. એસસી સેલ કરી રહ્યા છે.


Advertisement