મોરબીના ëચી માંડલ ગામે પરિણીતાનો અાપઘાત

16 April 2018 04:13 PM
Morbi Crime

દહેજ પ્રશ્ર્ને કંટાળી જીવન ટંુકાવી નાખતા પોલીસમાં રાવ

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧૬ મોરબીના હળવદ રોડ ઉપર અાવેલ ëચી માંડલ ગામે પરણીતાઅે ગળેફાંસો ખાતા તેણીનું મોત નિપજેલ છ.ે જે બનાવમાં મૃતકના પિયરપક્ષના લોકોઅે સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો કરી પોતાની દિકરીને સાસરીયાઅોઅે દહેજની લાલચમાં મેણાં મારી મરવા માટે મજબુર કરી હોવાનો અાક્ષેપ કરતા તાલુકા પોલીસે અેડી સાથે મૃતકના સાસરીયાઅો વિરૂઘ્ધ પરણીતાને મરવા મજબુર કરવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. જાણવા મળતી વિગતો મુજબ ëચી માંડલ ગામે રહેતા રીટાબેન કલ્પેશભાઈ ડોલા (ઉ. ૩૦) નામની પરણીતાઅે તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત હાલતમાં મૃતદેહ અત્રેની સિવિલે ખસેડાયો હતો. મૃતક રીટાબેનનો લગ્નગાળો દશ વષૅનો છે સંતાનમાં છ વષૅ પુત્ર છે અને સાસુરુસસરાથી અલગ પતિ સાથે રહેતા હોવાનું ખુલ્યુ હતુ. બનાવની જાણ મૃતક રીટાબેનના પિયરપક્ષના લોકોને થતા તેઅો મોરબી સિવિલે દોડી અાવ્યા હતા અને મૃતકના પતિ સહિતના સાસરીયાઅોઅે દહેજની લ્હાયમાં રીટાબેનને સતત શારીરિકરુમાનસીક ત્રાસ અાપી તેણીને મરવા મજબુર કરી હોવાનો અાક્ષેપ કયોૅ હતો. જેથી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી પી.અેમ. સોલંકીઅે તપાસ હાથ ધરેલ છે. મૃતક મુળ વડોદરાના હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતક રાજપુત દરબાર છે અને મૃતક રીટાબેનના પિયરપક્ષના લોકોઅે તેમની પુત્રીને સાસરીયાઅો તરફથી દુ:ખ ત્રાસ અાપવામાં અાવતુ તેવો અાક્ષેપ કયોૅ છે. હાલ ફરીયાદ માટે તજવીજ ચાલુ છે. જયારે મોરબીના અભરણ ગામે વનીતાબેન રાઘવજી ભુદરભાઈ પરમાર જાતે અનુ. જાતી (ઉ. ર૬) રહે. હાલ ટંકારા મુળ અામરણને દિનેશ પુના પરમાર, પ્રકાશ સવજી, ભુદર અરજણ તથા હિતેષ ભુદરે માર માયોૅ હતો. સારવાર બાદ વનીતાબેને ઉપરોકત ચારેય વિરૂઘ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. ‘તું અહી શું કામ અાવે છે..?’’ તેમ કહી માર માયોૅ હોવાની કેફીયત ફરીયાદમાં અાપવામાં અાવી હતી.


Advertisement