મોરબી સિરામીક યુનીટમાં ëચાઈ પરથી નીચે પટકાયેલા શ્રમીકનું ઈજાથી મોત

16 April 2018 04:13 PM
Morbi

બે વષૅ અગાઉની ચોરીનો ભેદ ઉકેલાયો: દેવીપુજક પકડાયો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧૬ મોરબીરુહળવદ રોડ ઉપર અાવેલ સિરામીક યુનીટ નજીક કામ દરમ્યાન ëચાઈઅેથી પટકાયેલા મજુર યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નિપજેલ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશીપરામાં મદીના સોસાયટી શેરી નં. ૧ માં રહેતો ઈમરાન ઉસ્માનભાઈ ચૌધરી ëચી માંડલ ગામે તળાવીયા શનાળા રોડ ઉપર અાવેલી રોલ્ઝા વિટ્રીફાઈડ નજીક જાટકો સિરામીક નજીક મજુરીકામ કરી રહ્યો હતો અકસ્માતે પડી જતા પ્રથમ મોરબી રાધન અાશ્રમ સામે અાવેલ સમપૅણ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાંથી પ્રાથમીક સારવાર અાપી ગંભીર હાલતમાં રાજકોટ રીફર કરાયો હતો. તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે ટૂંકી સારવારમાં ઈમરાન ચૌધરીનું મોત નિપજેલ છે. ખરેખર બનાવ શું હતો તે દિશામાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. ગુમ પરત મોરબીના શકત શનાળા રામજી મંદિર પાસે રહેતા રવિ છગનભાઈ કુબાવત નામના બાવાજી યુવાને સીટી અે ડિવિઝન પોલીસમાં થોડા સમય અગાઉ પોતાની બહેન હષિૅદાબેન છગનભાઈ કુબાવત (ઉ. ર૪) ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમ્યાન ખુલ્યુ હતુ કે છેલ્લા બે વષૅથી હષિૅદાબેન કુબાવતને રાજકોટના રહેવાસી રવિ પટેલ સાથે પે્રમસંબંધ હોય તેની સાથે ચાલ્યા ગયા હતા. ચોરીના ગુનામાં અટકાયત મોરબીના પંચાસર રોડ ઉપર સિમેન્ટરુકોંક્રીસ મીકસીગ કરવાના કારખાનામાંથી વષૅ ર૦૧૬ અેટલે કે બે વષૅ પૂવેૅ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા સાત મોબાઈલ અને રોકડા રૂા. ચાર હજાર મળી કુલ ૧૧ હજારના મુદામાલની ચોરીનો ગુનો નોંધાયો હતો. સીટી અે ડિવિઝન પોલીસે ચાર તસ્કરોની અોળખ કરી તે પૈકીના ત્રણને અગાઉ પકડી પાડેલા છે. ચાર પૈકીનો અેક અેવો ભનુ ઉફૅૅે લંબુ ઉફૅે મનસુખ શંભુપ્રસાદ વાઘેલા જાતે દેવીપુજક (ઉ. ૪૦) મુળ રહે. જામકંડોરણા હાલ રહે. તળાજા, તા. મહુવાવાળો છેલ્લા બે વષૅથી નાશતો ફરતો હતો. દરમ્યાન ભનુ વાઘેલા હળવદમાં થયેલ લુંટ અને ચોરીના ગુનામાં પકડાતા મોરબી સીટી અે ડિવિઝન પોલીસ મથકના અેઅેસઅાઈ અાર.બી. વ્યાસે ટ્રાન્સફર વોરંટ અાધારે ભનુનો કબજાે મેળવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ પકડાયેલ ભનુ દેવીપુજક રાજકોટ જીલ્લાના ઉપલેટા, જામકંડોરણા અને ધોરાજીમાં તેમજ મોરબી જીલ્લાના માળીયા (મી), વાંકાનેર સીટી, મોરબી સીટી તથા હળવદમાં લુંટરુચોરીના ગુનાઅોમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. દારૂ પકડાયો મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોટર સાયકલમાં ત્રિપલ સવારીમાં જતા ઈસમોને અટકાવતા ત્રણેય વાહન સ્પલેન્ડર મોટર સાયકલ નંબર જીજે૩ બીસી ૪૬ર૦ મુકીને નાશી છુટયા હતા. બાઈકીન તલાસી લેતા તેમાંથી વિદેશી શરાબની પાંચ બોટલો કિંમત રૂા. ૧પ૦૦ મળી અાવતા દારૂ તથા બાઈક રૂા. ૧પ હજાર મળી કુલ ૧૬,પ૦૦ નો મુદામાલ જપ્ત કયોૅ હતો. ભાગી છુટેલા ત્રણ પૈકી અેકની અોળખ અાશીફ ઉફેૅ અશોક બાડો રહે. જુના દેવળીયા, તા. હળવદ થતા તેની અને અન્ય બે મળી કુલ ત્રણ વિરુઘ્ધ પ્રોહિબીશન અેકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાયેલ છે. મારામારી મોરબીના મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા નજીક રહેતા સોયેલ હનીફ વઘાડીયા જાતે સિપાઈ (ઉ. ર૭) ઉપર લાતી પ્લોટ શેરી નંબર ૩ માં અેસઅારકે સાઉન્ડ નજીક છરી વડે હુમલો થતા સારવારમાં લઈ જવાયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત સોયબ, સિપાઈઅે લાતી પ્લોટ શેરી નંબર ૩ માં રહેતા હસમુખ દિપકભાઈ ચોવસીયા જાતે દેવીપુજક (ઉ. ૪પ) વિરૂઘ્ધ સીટી અે ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી તેમા જણાવ્યુ હતુ કે તેને હસમુખભાઈની પુત્રી સાથે પે્રમ સંબંધ હોય ત્રણ મહિના પહેલા તેમની પુત્રી જયોતિબેને ઘરેથી ભાગી ગયેલ અને અેકાદ માસ બાદ પરત ઘેર જતી રહેલ તે બાબતનો ખાર રાખીને હસમુખે ગળાના ભાગે છરી વડે છરકો કરી ઈજા પહોંચાડી હતી.


Advertisement