ચોટીલાના વડાળીમાં જુગાર રમતાં પાંચ શખ્સો 65 હજારના મુદામાલ સાથે ઝડપાયા

16 April 2018 04:11 PM
Surendaranagar Crime

પ્રેમસંબંધે ભગાડી જનાર બે સંતાનનો પિતા સગીરા સાથે મોરબીથી ઝડપાયો

Advertisement

(હેમલ શાહ) ચોટીલા તા.16
બામણબોર પોલીસે ચોટીલાનાં વડાળી ગામની સીમમાં જુગાર રમતા પાચ શખ્સોને 65,800નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આણંદપુર આઉટ પોસ્ટ નીચેના વડાળી ગામની સીમમાં કેટલાક શખ્સો ભેગા મળી તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે મોડી રાત્રે છાપો મારતા વડાળીનાં સુરેશભાઇ દાનાભાઇ આહિર, દેવરાજભાઇ પુંજાભાઇ, જસદણનાં દહિસરાનાં જેસિંગભાઇ, પીપળીયા ઢોરાના ભગાભાઇ ભરવાડ, અને મોણપર ગામનાં ડાહ્યાભાઈ ને પટમાંથી 10હજાર રોકડા સાથે પકડી પાડેલ હતા
પોલીસે આ દરોડા દરમિયાન 3 બાઇક રૂ. 55,હજાર અને મોબાઇલ મળી કુલ 65,800નાં મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ આણંદપુરનાં હેડ કોન્સ્ટેબલ એમ. આર. રાજપરાએ હાથ ધરેલ છે.
બે સંતાનનો પિતા સગીરા સાથે ઝડપાયો
ચોટીલા પોપટપરામાંથી સાથે કડીયાકામ કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને તા.22/3/2018 ના રોજ મફતીયાપરામાં રહેતો આરોપી દીનેશભાઈ દાનાભાઈ મકવાણા પ્રેમની ઝાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, ભગાડી જતા સગીરાનાં પિતાએ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ.
ચોટીલા પોલીસમાં ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની આરોપી સામે ફરિયાદ થતા નાસતા ફરતા જેઓને પોલીસે મોરબી ખાતે થી બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસને બાતમી મળેલ કે ભાગેલ સગીર છોકરી તથા આરોપી મીરબી સોગો સીરામીકના કારખાનાની પાછળ રહે છે અને કામ શોધવા ફરે છે, જેથી પીઆઇ પી ડી પરમારનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા સ્ટાફના હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, જુવાનસિંહ, વસંતભાઈ, વિલાશબેન સહિતની ટીમ દ્વારા આરોપી દિનેશભાઇ દાનાભાઈ મકવાણા અનુ.જાતીને ભોગ બનનાર સાથે મોરબીથી પધરપકડ કરી ચોટીલા લવાયેલ છે.
આરોપી પૂછપરછમાં તેને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગી ગયેલ હોવાની તેમજ પોતે પરણિત અને બે સંતાનનો પિતા હોવાની કબુલાત કરી છે. આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે.


Advertisement